Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસ્લિમા નસરિનેહિંદુઓની તુલના ISIS સાથે કરતા લોકોમાં જબરો ગુસ્સો :તીખી પ્રતિક્રિયા આપી

તસ્લિમાએ પોતાના લેખમાં રાજસ્થાનનાં રાજસમંદમાં મજૂર અફરાઝુલ હત્યાની ઘટનાનો ઉલ્લેખ કર્યો:

 

બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસ્લિમા નસરિન દ્વારા હિંદુઓની તુલના આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) સાથે કરવાથી લોકોનું ગુસ્સો ફાટી નીકળ્યો છે.તેમનો લેખ સામે આવતાની સાથે લોકોની તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. મધુ ક્રિશ્ચિયને તસ્લિમાના લેખ પર ખુબ તીખી પ્રતિક્રિયા આપી છે.તેમણે ટ્વિટ કર્યુ છે કે, ખુબ વિચિત્ર છે કે, ભારતમાં સુરક્ષિત શરણ લેવા છતા તસ્લિમા આવું કરી રહી છે.

  તસ્લિમાએ પોતાના લેખમાં રાજસ્થાનનાં રાજસમંદમાં મજૂર અફરાઝુલ હત્યાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે આઇએસઆઇએસ માફક હત્યાનો વીડિયો ઓનલાઇન કરવામાં આવ્યો હતો. તસ્લિમાએ સવાલ ઉઠાવ્યો હતો કે, આખરે શુંભુની અંદર આઇએસઆઇએસ માફક હિમ્મત ક્યાંથી આવી. લેખ સામે આવતા મધુ ક્રિશ્ચિયને ટ્વિટ કર્યું કે,’ વિચિત્ર છે કે તસ્લિમા નસરિને બાંગ્લાદેશ કે અન્ય ઇસ્લામિક દેશોમાં પોતાને સુરક્ષિત માનતા ભારતમાં શરણ લીધી છે. તે છતા તે હિંદુ સંગઠનોની તુલના આઇએસઆઇએસ સાથે કરી રહી છે.

તસ્લિમાના લેખ પર લેખિકા અને પત્રકાર ચિત્રા સુબ્રમણ્યમે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યુ,’તસ્લિમા હિંદુ સંગઠનોની તુલના આઇએસઆઇએસ સાથે કરતા તમને શરમ આવી જોઇએ.’ આશુ મુગાલિકરે ટ્વિટ કર્યુ કે,’તસ્લિમા નસરિન સમજે છે કે, હિંદુ આઇએસઆઇએસ માફક વ્યવહાર કરવા લાગ્યા છે. આવું માત્ર વિચારી સકાય છે પરંતુ સ્વીકાર કરી શકાય. આવામાં શું તેમણે પોતાનો સામાન પેક કરીને સરહદ પર જતુ રહેવું જોઇએ’.

તસ્લિમાએ પોતાના લેખમાં લખ્યુ હતું કે,’મેં જ્યારે પણ ગૌરક્ષાના નામે મુસલમાનોનાં મોત પર વિરૂદ્ધ લખ્યુ હતું તો મને ધમકીઓ મળી કે, ભારતમાં રહીને હિંદુઓ વિરૂદ્ધ લખ્યુ ત્યાર મને ધમકીઓ મળી કે, હું ભારતમાં રહીને હિંદુઓ વિરૂદ્ધ કંઇ પણ નથી લખી શક્તી. હાલમાં અસહિષ્ણુતા ચરમસીમા પર છે. મેં પહેલા પણ હિંદુ રીતિ-રિવાજ પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ મને ક્યારેય પ્રકારની ધમકીઓ નથી મળીઉલ્લેખનીય છે કે, હાલમાં તસ્લિમાને ભારતમાં નિર્વાસિત જીવન જીવી પડી રહ્યું છે.

(12:40 am IST)