Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રીશીકપૂર પત્રકારો સાથે ફરી બાખડી પડ્યા :બફાટ કરતા વિવાદમાં ફસાયા

રાજ કપૂર પર આધારિત એક બુકના લોન્ચ કાર્યક્રમમાં કેટલાક પત્રકારો સાથે બોલાચાલી કરતા વાત વણસી

 

મુંબઈ :ફિલ્મ અંભિનેતા રીશીકપૂર પોતાની ટ્વિટના કારણે અવારનવાર વિવાદોમાં ફસાઈ ચૂકયા છે ત્યારે વખતે પત્રકારો સાથે બાખડી પડ્યા હતા અને બફાટ કરતાં વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં રિષી કપૂર તેના પિતા રાજ કપૂર પર આધારિત એક બુકના લોન્ચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે ઉપસ્થિત કેટલાક પત્રકારો સાથે તેમને બોલાચાલી થઈ હતી. જ્યારે રિષી કપૂર વોશરૂમ ગયા ત્યારે તેમને કેટલાક પત્રકારો સામે મળ્યા હતા તકે રિષી કપૂરે પત્રકારોને પુછ્યું કે તેઓ કોણ છે અને ત્યારપછી વાત વણસી હતી.બોલાચાલી થતાં રિષી કપૂરે પત્રકારોને મફતની દારુ કહી સંબોધ્યા હતા.જો કે પહેલી વખત નથી કે રિષી કપૂર પત્રકારો સાથે બાખડ્યાં હોય.ગત ઓક્ટોબર માસમાં પણ રિષી કપૂર એક ઈવેન્ટ દરમિયાન પત્રકારો પર ભડકી ગયા હતા ઉપરાંત તેઓ અવારનવાર એવી ટ્વિટ કરતાં હોય છે કે જેના કારણે પણ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે.

(12:03 am IST)