Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભારતના તમામ રાજયોની બાર.કાઉન્સીલોની ચુંટણી ૩૧ માર્ચ સુધીમાં યોજવા સુપ્રિમનો આદેશ

૧પ ફેબ્રુઆરી સુધીમાં દરેક કાઉન્સીલે મતદાર યાદી જાહેર કરવી પડશે

રાજકોટ તા. ૧પ : ભારત દેશમાં તમામ રાજયોના સ્ટેટ બાર કાઉન્સીલોની ચુંટણી આગામી તા. ૩૧/૩/ર૦૧૮ પહેલા યોજવાના સંદર્ભનો ચુકાદો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ગઇકાલે કરવામાં આવેલ છે

જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવેલ છે કે તમામ રાજયોના સ્ટેટ બાર કાઉન્સીલોએ ૧પ ફેબ્રુઆરી સુધીમાં પોત પોતાની રાજયોની મતદાર યાદી પ્રસીધ્ધ કરી આગામી તા. ૩૧/૩/ર૦૧૮ પહેલા ચૂંટણીઓ યોજવી. આ ચુકાદાના સંદર્ભમાં તમામ રાજયોના સ્ટેટ બાર.કાઉન્સીલોએ ૧પ ફેબ્રુઆરી પહેલા પોત પોતાની મતદાર યાદી તૈયાર કરી લઇ જાહેર કરવાની રહેશે અને મતદાર યાદી પ્રસીધ્ધ થયાના ૬ અઠવાડીયામાં સ્ટેટ બાર કાઉન્સીલની ચુંટણીઓ ફરજીયાત પણે યોજવાની રહેશે તેમ સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે.

(3:43 pm IST)