Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

GSTમાં મહત્તમ સ્‍લેબને ર૮થી ઘટાડીને રપ ટકા કરવામાં આવશે

ઇલેકિટ્રસીટી, રિયલ એસ્‍ટેટ, સ્‍ટેમ્‍પ-ડયુટી અને પેટ્રોલિયમ પ્રોડકટ્‍સને પણ GSTમાં આવરી લેવાશે

નવી દિલ્‍હી, તા. ૧પ : ઇલેકિટ્રસિટિી, પેટ્રોલિયમ પ્રોડકટસ અને અન્‍ય આઇટમ્‍સને  GST હેઠળ લાવવામાં આવશે. બિહારના નાણાપ્રધાન સુશીલ મોદીએ જણાવ્‍યું હતું કે, GST કાઉન્‍સિલ પેટ્રોલિયમ પ્રોડકટસને સૌથી વધુ ટેકસ-રેટમાં મૂકશે તથા ર૮ ટકા ટેકસને રપ ટકા કરશે. ૧૮ અને ૧ર ટકા ટેકસ-સ્‍લેબને મર્જ કરી શકે છે. એક વાર ટેકસ કલેકશન સામાન્‍ય થયા બાદ ટેકસ-સ્‍લેબ ઘટાડી પણ શકાય છે.

સુશીલ મોદી રાજયોના ફાઇનેન્‍સ મિનિસટરના ગ્રુપનું નેતૃત્‍વ કરે છે. હાલમાં ૦ ટકા, પાંચ ટકા, ૧ર અને ૧૮ ટકા તથા ર૮ ટકા એમ પાંચ ટેકસ-સ્‍લેબ છે. જોકે આ સંદર્ભે અંતિમ નિર્ણય  GST કાઉન્‍સિલે કરવાનો છે. ફિક્કીની વાર્ષિક મીટીંગમાં સુશીલ મોદીએ કહ્યું હતું કે ‘ઇલેકિટ્રસિટી', રિયલ એસ્‍ટેટ, સ્‍ટેમ્‍પ-ડયુટી અને પેટ્રોલિયમ પ્રોડકટસને  GST માં આવરી લેવામાં આવશે. જોકે એ નિヘતિ કેટલા સમયમાં થશે એ જણાવવું મુશ્‍કેલ રહેશે.  GST માં આ ફેરફાર બંધારણમાં ફેરફાર કર્યા સિવાય પણ કરી શકાય છે.

જો પેટ્રોલિયમ પ્રોડકટસ GST હેઠળ આવે છે તો એના પર સૌથી વધુ ટેકસ લગાવવામાં આવશે. રાજય સરકારોને એના પર સેસ લાગુ કરવાનો અધિકાર રહેશે, જેથી રાજયની આવક સુરક્ષિત રહી શકે. હાલમાં રાજય અને કેન્‍દ્ર સરકાર બન્નેને ૪૦ ટકા આવક પેટ્રોલિયમ પ્રોડકટસમાંથી થાય છે.

(10:48 am IST)