Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલાને પર માસની જેલઃ ૪૪ વર્ષીય સુનિથા ગૂન્‍ટીપલ્લી વીઝા ફ્રોડ બદલ કસૂરવાન પૂરવાર થતા જ્‍યુરીએ ફરમાવેલો ફેંસલો

કેલિફોર્નિયાઃ ય.એસ.માં ફ્રેમોન્‍ટ કેલિફોર્નિઆ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા વ્‍યવસાયી સુનિથા ગૂન્‍ટીયલ્લીને વીઝા ફ્રોડ બદલ પર માસની જેલ સજા કરવામાં આવી છે. તેવું કેલિફોર્નિયા નોર્ધન ડીસ્‍ટ્રીકટના એટર્નીએ ૨૯ નવેં. ૨૦૧૭ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

૪૪ વર્ષીય સુનિથા તથા તેને સાથ આપનારાઓને પણ જુદી જુદી મુદત માટે જ્‍યુરીએ જેલસજાનો હુકમ કર્યો છે. ૨૦૧૦ થી ૨૦૧૪ની સાલ દરમિયાન H-1B વીઝા અપાવવામાં સરકાર સાથે છેતરપીંડી કરવાનો તેઓ ઉપર આરોપ હતો. તેવું સમાચારસૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:19 pm IST)