Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

વોટ્સએપ ઈન્ડિયાના બોસ અભિજીતે આપ્યુ રાજીનામું

મેટા ઈન્ડિયાના ભારતના પ્રમુખ અજીત મોહને આ મહિનાના શરુઆતમાં જ રાજીનામુ આપ્યુ હતુ.

નવી દિલ્હી :  મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા એપમાંથી એક છે. મેસેજિંગ એપ વોટ્સએપ ઈન્ડિયાના હેડ અભિજીત બોઝ અને મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

  આ રાજીનામા  બાદ હવે શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાના પ્લેટફોર્મના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વોટ્સએપ ઈન્ડિયાના પબ્લિક પોલીસી ડિપાર્ટમેન્ટના હેડ હતા. હાલમાં જ મેટા એ 11,000 કર્મચારીઓને નોકરીમાંથી નીકાળ્યા છે. મેટા ઈન્ડિયાના ભારતના પ્રમુખ અજીત મોહને આ મહિનાના શરુઆતમાં જ રાજીનામુ આપ્યુ હતુ.

  વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તે આખી દુનિયામાં કરોડો યુઝર્સ ધરાવે છે. તે પોતાના યુઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક નવા ફીચર લાવતુ રહે છે. તે પોતાના યુઝર્સની ફરિયાદોનું પણ ઝડપથી નિવારણ કરવાનો પ્રયાસ કરે છે. તે બધા વચ્ચે વોટ્સએપમાં હાલમાં મોટી ઉથલપાથલ મચી છે.

અભિજીત બોઝના રાજીનામાના સમાચાર મળતા જ વોટ્સએપના હેડ Will Cathcartએ એક નિવેદનમાં કહ્યુ કે, અભિજીત બોઝનું હું વોટ્સએપની તરફથી આભાર માનું છું. તેમણે વોટ્સએપ ઈન્ડિયાના હેડ તરીકે શાનદાન સેવા આપી છે. તેમણે ભારતમાં વોટ્સએપની સેવાઓને લોકો સુધી સારી રીતે પહોંચાડી છે. તેના કારણે દેશના કરોડો લોકો અને અમારા બિઝનેસને ખુબ ફાયદો થયો છે. હવે વોટ્સએપ ઈન્ડિયાના નવા હેડની નિયુક્ત ટૂંક સમયમાં કરવામાં આવશે. વોટ્સએપ પોતાના બિઝનેસ માટે ભારતમાં આમ જ કામ કરતુ રહેશે.

(11:21 pm IST)