Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

2014 પહેલા અને 2014 પછી ભારતમાં ઝડપ અને સ્કેલમાં ઘણો ફરક :પીએમ મોદીએ બાલીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

ભારતની પ્રતિભા, ટેક્નોલોજી, ઈનોવેશન, ઈન્ડસ્ટ્રીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી: સૌથી મોટી પ્રતિમા બનાવી, સૌથી મોટું સ્ટેડિયમ બનાવ્યું. 10 માંથી એક યુનિકોર્ન ભારતનો હોય છે:2014 થી અમેરિકાની કુલ વસ્તીની બરાબર બેંક ખાતા ખોલવાયા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે ભારતની પ્રતિભા, ટેક્નોલોજી, ઈનોવેશન, ઈન્ડસ્ટ્રીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. હવે ભારત નાનું વિચારતું જ નથી. સૌથી મોટી પ્રતિમા બનાવી, સૌથી મોટું સ્ટેડિયમ બનાવ્યું. 10 માંથી એક યુનિકોર્ન ભારતનો હોય છે

 2014 થી, અમેરિકાની કુલ વસ્તીની બરાબર બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 2014 પહેલા અને હવેના ભારત વચ્ચે તફાવત છે. આજે ભારત ઝડપ અને સ્કેલ પર કામ કરી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. 2014 પહેલા અને 2014 પછી ભારતમાં ઝડપ અને સ્કેલમાં ઘણો ફરક છે. આજે ભારત અભૂતપૂર્વ ઝડપે કામ કરી રહ્યું છે. અભૂતપૂર્વ સ્કેલ પર કામ કરી રહ્યું છે.

 પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં આજે વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે, જે આશાઓ છે, ભારત પણ તેને પોતાની જવાબદારી તરીકે જુએ છે. આજે જ્યારે ભારત તેના વિકાસ માટે રોડમેપ તૈયાર કરે છે ત્યારે તેમાં વિશ્વની આર્થિક અને રાજકીય આકાંક્ષાઓનો પણ સમાવેશ થાય છે. આજે જ્યારે ભારત આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવે છે ત્યારે તેમાં ગ્લોબલ ગુડની ભાવના પણ સમાયેલી છે.

પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડોનેશિયા, બાલી આવ્યા બાદ દરેક હિન્દુસ્તાનીની એક અલગ લાગણી છે, અલગ જ અનુભૂતિ છે. હું પણ એ જ વાઈબ્રેશન અનુભવી રહ્યો છું. બાલીનું વાતાવરણ ઉર્જા આપે છે. ઈન્ડોનેશિયાએ પરંપરાને જીવંત રાખી છે. ઈન્ડોનેશિયા સાથે ભારતનો હજારો વર્ષોનો સંબંધ છે. ઓડિશામાં બાલી ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. તમે લોકો ઈન્ડોનેશિયાના વિકાસમાં યોગદાન આપી રહ્યા છો. સિંધી પરિવારે અહીં ઘણું સારું કામ કર્યું છે.

તેમણે આગળ કહ્યું કે હું અહીં બાલીમાં તમારી સાથે વાત કરી રહ્યો છું અને અહીંથી 1500 કિમી દૂર ભારતના કટકમાં ઈન્ડોનેશિયન પરંપરાઓના ગીતો ગાવામાં આવી રહ્યા છે, મહાનદીના કિનારે બાલી યાત્રા ફેસ્ટિવલ ચાલી રહ્યો છે – બાલી યાત્રા. આ તહેવાર હજારો વર્ષ જૂના ભારત-ઇન્ડોનેશિયા વેપાર સંબંધોની ઉજવણી કરે છે. ઈન્ડોનેશિયાના લોકો ઈન્ટરનેટ પર આ વર્ષની બાલી યાત્રાની તસવીરો જોઈને ગર્વ અને ખુશ થશે.

(9:23 pm IST)