Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ખતરનાક હત્યારો મહિલા મિત્રનું માંસ આરોગતો અને તેની સાથે તે પોતાના પુરૂષ મિત્રોને પાર્ટી પણ આપતો

ખુદ ઈસેઈ સગાવા નામના વ્યક્તિએ કહ્યું -મહિલાઓને જોઈને તે માત્ર તેમને ખાવા માંગતો

નવી દિલ્હી :  મનુષ્યમાં રહેલી સંવેદનશીલતા તેને પ્રાણીઓથી અલગ બનાવે છે. જો તેમનો આ ગુણ સમાપ્ત થઈ જાય તો માનવી અને પ્રાણીઓ વચ્ચે કોઈ ખાસ તફાવત રહેશે નહીં. જોકે, મનુષ્યો ક્રૂર રીતે હત્યા કરે છે, જ્યારે પ્રાણીઓ તેમની ભૂખ સંતોષવા માટે ખુલ્લામાં શિકાર કરે છે. જોકે, પ્રતિદિવસ સંવેદનશીલતા ખત્મ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જઘન્ય હત્યાના વારંવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

હાલમાં દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ ખૂબ જ ચર્ચામાં છે, જ્યારે આવો જ એક કિસ્સો વર્ષો પહેલા જાપાનમાંથી પણ સામે આવ્યો હતો. જ્યાં હત્યારાએ તેની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેની મિત્રને ઘરે જમવા માટે બોલાવી હતી અને તેને ગોળી મારીને ઇજા પહોંચાડી હતી, ત્યારબાદ તેની હત્યા કરી હતી. તેણે યુવતીના શરીરના ટૂકડા કરીને તેમને ફ્રિજમાં સ્ટોર કર્યા હતા. મહિલા મિત્રનું માંસ પોતે તો આરોગતો પરંતુ તેની સાથે તે પોતાના પુરૂષ મિત્રોને તેની પાર્ટી પણ આપતો હતો.

ખુદ ઈસેઈ સગાવા નામના વ્યક્તિએ જણાવ્યું કે, મહિલાઓને જોઈને તે માત્ર તેમને ખાવા માંગતો હતો. પેરિસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમને 1981માં પહેલીવાર આ તક મળી હતી. તેણે એક યુવતી સાથે સંબંધ બાંધ્યો. તેણે યુવતીને પોતાના ઘરે જમવા બોલાવી અને તેના પર ફાયરિંગ કર્યું. તે આ ગોળીથી મૃત્યુ પામી ન હતી પરંતુ ઘાયલ થઈ હતી. તે પહેલા એમ્બ્યુલન્સ બોલાવવા માંગતો હતો, પરંતુ બીજી જ ક્ષણે તેણે છોકરીને મારીને ખાવાનું શરૂ કર્યું.

તેણે છોકરીનું માંસ પણ થોડા દિવસો સુધી સાચવી રાખ્યું અને થોડા દિવસો સુધી ખાધા કર્યું હતું. જ્યારે તે સૂટકેસમાં શરીરના બાકીના ભાગને ફેંકવા જતો હતો. ત્યારે લોકોએ પાર્ક પાસે લોહી ટપકતું હોવાની ફરિયાદ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે સ્પષ્ટ કહ્યું, મેં તેની હત્યા ખાવા માટે કરી હતી.

(8:30 pm IST)