Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

સેન્સેક્સમાં ૨૪૯ અને નિફ્ટીમાં ૭૪ પોઇન્ટનો વધારો થયો

શેરબજારમાં રોકાણકારો માટે મંગળવારનો દિવસ લાભદાયી રહ્યો : ડોલર સામે રૃપિયો ૧૭ પૈસા વધીને ૮૧.૧૧ પર બંધ થયો

મુંબઈ, તા.૧૫ : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે મંગળવારનો દિવસ લાભદાયી રહ્યો. બંને સૂચકાંકો સપાટ ખૂલ્યા બાદ ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૨૪૮.૮૪ પોઈન્ટ્સ અથવા ૦.૪૦ ટકા વધીને ૬૧,૮૭૨.૯૯ પર અને નિફ્ટી ૭૪.૨૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૧ ટકાના ઉછાળા સાથે ૧૮,૪૦૩.૪૦ પર બંધ થયો હતો. ભારતીય શેરબજાર આજે ઉચ્ચ સ્તરે બંધ થયું હતું. ઓટો બેક્નિંગ, મેટલ, ફાર્મા, આઈટી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરોએ બજારમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તે જ સમયે, ડોલર સામે રૃપિયો પણ ઊછાળા સાથે બંધ થયો છે.

નિફ્ટીમાં ઓટો, બેક્નિંગ, મેટલ, ફાર્મા, આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને હેલ્થકેર સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે એફએમસીજી, રિયલ્ટી અને મીડિયા સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા હતા.

ઓએનજીસી, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ડો રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, ડિવિસ લેબ્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, એપોલો હોસ્પિટલ્સ, એમએન્ડએમ, બજાજ ઓટો, ટાઈટન, એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝીસ અને ઈન્ફોસીસ લાભાર્થી છે.કોલ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ, સિપ્લા, ગ્રાસિમ, બજાજ ફિનસર્વ, આઈટીસી, કોટક મહિન્દ્રા, યુપીએલ, રિલાયન્સ, આઈશર મોટર્સ, એલએન્ડટી, ટાટા સ્ટીલ અને ટીસીએસ ઘટનારાઓમાં હતા.મંગળવારે ડોલર સામે રૃપિયામાં ઉછાળો જોવા મળ્યો હતો. ડોલર સામે રૃપિયો ૧૭ પૈસા વધીને ૮૧.૧૧ પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર, આજે રૃપિયો ડોલર સામે ૮૧.૧૮ પર ખૂલ્યો હતો, જે પછી તે ૮૧.૦૪ની ઊંચી અને ૮૧.૪૫ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. પછી છેલ્લે ૮૧.૧૧ પર બંધ થયો.

 

 

(7:39 pm IST)