Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

દિલ્હીની એઈમ્સમાં ચાર વર્ષના બાળકના ભોજનમાંથી વંદો મળ્યો

એઈમ્સમાં પિરસાતા ભોજનને લઈને ફરીથી સવાલ : આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ટ્વીટર યુઝરે વીડિયો અને તસવીર સાથે આની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી

નવી દિલ્હી, તા.૧૫ : દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)માં ચાર વર્ષીય બાળકને આપવામાં આવેલા ભોજનમાં કોકરોચ મળવાથી અફરાતફરી મચી ગઈ છે. બાળકને પીરસવામાં આવેલી દાળમાં કોકરોચ મળ્યો હતો. જેની ફરિયાદ પર હોસ્પિટલ તંત્રએ તપાસ શરૃ કરી દીધી છે.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ટ્વીટર યુઝરે વીડિયો અને તસવીર સાથે આની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી. ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાર વર્ષના બાળકને પીરસવામાં આવેલી દાળમાં વંદો મળ્યો.

યુઝરે ફોટો શેર કરી ટ્વીટ કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દયનીય અને ભયાવહ સ્થિતિ, પેટની મુખ્ય સર્જરી બાદ પહેલા ભોજન તરીકે ચાર વર્ષના બાળકને કોકરોચ દાળ પીરસવી ચોંકવનારુ છે.

એઈમ્સ વહીવટીતંત્રએ આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જોકે આ પહેલીવાર નથી બન્યુ કે એઈમ્સના ભોજન પર પ્રશ્ન ઉભા થયા હોય. અગાઉ પણ રેજિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

 

 

(7:39 pm IST)