Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

તીનની ઇલેકટ્રીક વાહન નિર્માતા BYDએ દેશમાં પોતાની ઇલેકટ્રીક કાર એસયુવી BYD Atto 3 લોન્‍ચ કરીઃ ગ્રાહક 50 હજાર રૂપિયાથી બુકીંગ કરાવી શકશેઃ કિંમત 34 લાખ

નવા ફીચર સાથે કારમાં આધુનિક સુવિધાઃ ફાસ્‍ટ ચાર્જરથી 50 મિનીટમાં 80 ટકા બેટરી ચાર્જ થશે

નવી દિલ્‍હીઃ તીનની ઇલેકટ્રીક વાહન નિર્માતા BYD કંપનીએ ભારતીય બજારમાં ગ્રાહકો માટે નવી ઇલેકટ્રીક કાર BYD Atto 3 કાર લોન્‍ચ કરી છે. કારની કિંમત 34 લાખ રૂપિયા છે. 1500 બુકીંગ થઇ ગયા છે. આધુનિક ફીચર સાથે કારમાં તમામ સુવિધા ઉપલબ્‍ધ હશે.

BYD Atto 3 Price and Range: તીનની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા BYD એ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી BYD Atto 3 ને લોન્ચ કરી દીધી છે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીને અત્યાર સુધી Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવી માટે આશરે 1500 બુકિંગ મળી ગઈ છે. BYD એ પાછલા મહિનાની શરૂઆતમાં  Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીને લોન્ચ કરી હતી અને 11 ઓક્ટોબરથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. ગ્રાહક આ એસયૂવીને 50 હજાર રૂપિયામાં બુક કરી શકે છે. ઇલેક્ટ્રિક એસયૂવીની ડિલીવરી આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ જશે. ભારતમાં તેનો મુકાબલો Hyundai KONA અને MG ZS EV સાથે રહેવાનો છે.

521KM ની ફુલ ચાર્જ રેન્જ

BYD Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીમાં તમને ARAI સર્ટિફાઇડ 521 કિમીની રેન્જ મળવાની છે. તેમાં 60.48kwh ની બેટરી પેક કરવામાં આવી છે. તેની મોટર 201bph નો પાવર અને 310Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ગાડીમાં બ્લેડ બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આગ લાગવાની સંભાવના ખુબ ઓછી છે.

તે 0થી 100Kmph ની સ્પીડ માત્ર 7.3 સેકેન્ડમાં હાસિલ કરી શકે છે. તેને ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા 0થી 80 ટકા ચાર્જ 50 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. કારમાં માત્ર 2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે.

આ છે ફીચર્સ

આ ખુબ ફીચર લોડેડ ઇલેક્ટ્રિક એસયૂવી છે. તેમાં Android Auto અને Apple CarPlay સપોર્ટની સાથે 12.8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ્સ, 5 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, પૈનોરમિક સનરૂફ, 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 4-વે એડજસ્ટેબલ ફ્રંટ પેસેન્જર સીટ અને વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે.

(5:43 pm IST)