Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

એર ઇન્ડિયાને મોટો ઝટકો : યાત્રિકોને રિફંડમાં આપવા પડશે ૯૮૮ કરોડ

કંપનીએ ૧૧ કરોડથી વધુનો ભરવો પડશે દંડ : અમેરિકી પરિવહન વિભાગનો આદેશ

 

 

નવી દિલ્હી તા. ૧૫ : ટાટા ગ્રુપની એર ઈન્ડિયાને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. એર ઈન્ડિયાએ મુસાફરોને રિફંડ તરીકે ૯૮૮ કરોડ આપવા પડશે. આ સાથે કંપનીએ. ૧૧ કરોડનો દંડ પણ ભરવો પડશે. એર ઈન્ડિયાનું નામ ૬ એરલાઈન્સ કંપનીઓની યાદીમાં સામેલ છે, જેણે અમેરિકન મુસાફરોને ઼૬૦૦ મિલિયનનું રિફંડ આપવું પડશે. એર ઈન્ડિયા ઉપરાંત ફ્રન્ટિયર, વ્ખ્ભ્ પોર્ટુગલ, એરો મેકિસકો, ચ્ત્ ખ્ત્ અને ખ્રુજ્ઞ્ર્ીઁર્ણૂી સામેલ છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને એરલાઈન્સને ફલાઈટ કેન્સલેશન અથવા ચેન્જના કારણે આ રિફંડ પરત કરવા કહ્યું છે. રિફંડના મોટાભાગના કેસ કોરોના મહામારી દરમિયાનના છે. પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ કેન્સલ થવાના કિસ્સામાં પેસેન્જરની વિનંતી પર રિફંડ આપવા અંગે એર ઇન્ડિયાની નીતિ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના નિયમોની વિરૃદ્ઘ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના નિયમો અનુસાર, એરલાઈન્સે ફલાઈટ કેન્સલેશન અથવા ફલાઈટ ચેન્જના કિસ્સામાં પેસેન્જરને ટિકિટના પૈસા પરત કરવાના હોય છે. એર ઈન્ડિયાએ જે કેસોમાં હવે રિફંડ અને દંડ ભરવો પડશે, તે તમામ કેસ ટાટા દ્વારા એર ઈન્ડિયાના ટેકઓવર પહેલાના છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનમાં એર ઈન્ડિયા વિરુદ્ઘ લગભગ ૧,૯૦૦ રિફંડ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાને આમાંથી અડધા કેસની પ્રક્રિયા કરવામાં ૧૦૦ દિવસથી વધુ સમય લાગ્યો હતો. એર ઈન્ડિયા મુસાફરોને રિફંડની પ્રક્રિયામાં લાગતા સમય અંગે વિભાગને કોઈ સંતોષકારક જવાબ આપી શકી નથી. મુસાફરોએ અગાઉ એર ઈન્ડિયા પાસેથી જ સીધા રિફંડની વિનંતી કરી હતી. રિફંડ ન મળવા બદલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું કે એર ઈન્ડિયા દ્વારા રિફંડ પોલિસી હોવા છતાં એર ઈન્ડિયાએ મુસાફરોને ટિકિટના પૈસા સમયસર પરત કર્યા નથી. પરિણામે, રિફંડ મેળવવામાં અસાધારણ વિલંબને કારણે ગ્રાહકોને નુકસાન થયું છે.

યુએસ કાયદા હેઠળ, એરલાઇન્સ અને ટિકિટ એજન્ટો યુ.એસ.માં કાર્યરત અથવા યુ.એસ.થી ઉદ્દભવેલી ફલાઇટના રદ અથવા ફેરફાર માટે પેસેન્જરને રિફંડ કરવાની જવાબદારી ધરાવે છે. જો એરલાઇન રિફંડનો ઇનકાર કરે છે અથવા રિફંડને બદલે વાઉચર આપે છે, તો તેને ગુનો ગણવામાં આવે છે.

(3:24 pm IST)