Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જેફ બેઝોસ મોટાભાગની સંપત્તિ કરશે દાન

મંદીની આશંકા વ્યકત કરીને લીધો નિર્ણય : કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચની યોજના બનાવી

નવી દિલ્હી તા. ૧૫ : વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ અને એમેઝોન કંપનીના વડા જેફ બેઝોસે પોતાની સંપત્તિ અંગે મોટો ખુલાસો કર્યો છે. એમેઝોનના સ્થાપક બેઝોસ તેમની મોટાભાગની સંપત્તિ કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચવાની યોજના બનાવી રહ્યા છે. જેફ બેઝોસ પાસે હાલમાં લગભગ ઼૧૨૪ બિલિયનની સંપત્તિ છે અને ફોર્બ્સ અનુસાર, તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યકિત છે. સમગ્ર વિશ્વમાં માત્ર એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવાર અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાસે તેમના કરતા વધુ સંપત્તિ છે.

એમેઝોનના સીઈઓ પદ પરથી નિવૃત્ત્। થયેલા જેફ બેઝોસે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે તેઓ તેમના નાણાંનો મોટો હિસ્સો કલાઈમેટ ચેન્જ સંબંધિત મુદ્દાઓ પર કામ કરનારાઓ પર ખર્ચ કરશે. તેમણે કહ્યું કે તેમનું પગલું ઊંડા સામાજિક અને રાજકીય વિભાજન હોવા છતાં વિવિધતાથી ભરેલી દુનિયામાં માનવતાને એક કરવાનો પ્રયાસ કરનારાઓને મદદ કરશે.

જેફ બેઝોસના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની મોટાભાગની સંપત્તિ કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ પહેલા પણ દુનિયાના ઘણા અમીર લોકો પોતાની સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂકયા છે.

જેફે વાતચીતમાં કહ્યું છે કે તેમની પાર્ટનર લોરેન સાંચેઝ કે જેઓ પત્રકાર હતા તે પણ આ કામમાં તેમની મદદ કરી રહ્યા છે. ધ્યાન રાખો કે લોરેલ સાંચેઝે હવે પરોપકારી તરીકે પોતાની ઓળખ બનાવી છે. જયારે જેફને પૂછવામાં આવ્યું કે શું તે પોતાના જીવનકાળમાં કમાયેલી મોટાભાગની સંપત્તિ દાનમાં આપવા જઈ રહ્યો છે? તો તેણે સીધો જ જવાબ આપ્યો 'હા હું કરવા જઈ રહ્યો છું તે કેવી રીતે કરવું તે સમજાતું નથી.'

બેઝોસે વધુમાં કહ્યું કે આ નિર્ણય તેમના માટે સરળ નથી. જેમ એમેઝોન સ્થાપિત કરવું સરળ નહોતું, તેવી જ રીતે અત્યાર સુધી કમાયેલી સંપત્ત્િ।નું દાન કરવું પણ સરળ નથી. તેમણે કહ્યું કે એમેઝોન બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. તેણે કહ્યું કે હું અને મારો પાર્ટનર બંને એ જ ઈચ્છીએ છીએ. દાન અને પરોપકાર બંને એકબીજાને સમાન છે. કયારેક તમને લાગે છે કે તમે બિનઅસરકારક કામ પણ કરી શકો છો, પરંતુ આ કામ માટે તમારે કાળજીપૂર્વક વિચારવું પડશે. તમારે તમારી ટીમમાં મહાન લોકો હોવા જોઈએ.

એમેઝોનના વડા જેફ બેઝોસે આશંકા વ્યકત કરી છે કે અમેરિકામાં મંદીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. તેમણે ઉપભોકતા અને વેપાર જગતને સલાહ આપી છે કે વિનાશક મંદીને જોતા તેઓએ રોકડ જમા રાખવી જોઈએ.

બેઝોસે સલાહ આપી છે કે અમેરિકન ગ્રાહકોએ હાલમાં નવા ટેલિવિઝન, રેફ્રિજરેટર અને કાર જેવી મોટી ખરીદી ટાળવી જોઈએ. ઉપરાંત, તેમણે નાના વેપારીઓને સલાહ આપી હતી કે તેઓએ હાલ માટે નવા સાધનોમાં રોકાણ કરવાની યોજના મોકૂફ રાખવાની વિચારણા કરવી જોઈએ અને તેના બદલે તેમની રોકડ થાપણોને એકીકૃત કરવી જોઈએ. જોકે, ઈ-કોમર્સ જાયન્ટે સ્પષ્ટ કર્યું નથી કે મંદી કેટલો સમય ટકી શકે છે, પરંતુ લોકોને આર્થિક આપત્તિનો સામનો કરવા માટે તૈયાર રહેવા વિનંતી કરી હતી.

(3:22 pm IST)