Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

મોરબીના ઝૂલતા પુલનો કેસ :'ટેન્ડર મંગાવ્યા વગર રિનોવેશનનો કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો?' : બ્રિજની જાળવણી માટેના એમઓયુ પર રાજ્ય સરકારને હાઈકોર્ટનો વેધક સવાલ

અમદાવાદ : મોરબી બ્રિજના ભંગાણ સંબંધિત સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત સ્થિત અજંતા મેન્યુફેક્ચરિંગને નવીનીકરણ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે અંગે ગુજરાત હાઈકોર્ટે, વેધક પ્રશ્ન કર્યો હતો.

અજંતા મેન્યુફેક્ચરિંગ ઓરેવા ગ્રુપનો એક ભાગ છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, "રાજ્યએ અપેક્ષા મુજબ પગલાં લીધાં, પરંતુ મોરબી સિવિક બોડી અને ખાનગી કોન્ટ્રાક્ટર (બ્રિજ રિનોવેશન માટે) વચ્ચે થયેલો કરાર માત્ર 1.5 પાનાનો છે. કોઈ ટેન્ડર નથી.  ટેન્ડરો આમંત્રિત કર્યા વિના રિનોવેશન કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો?

બેન્ચે ટીપ્પણી કરી હતી કે અજંતા કંપનીને કોઈપણ ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો તે આશ્ચર્યજનક છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, 2017માં સસ્પેન્શન બ્રિજના સંબંધમાં કલેક્ટર રાજકોટ અને અજંતા વચ્ચે થયેલા એમઓયુની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, અજંતા કંપની દ્વારા બ્રિજની જાળવણી ચાલુ રાખવામાં આવી હતી. કોર્ટે અવલોકન કર્યું, હતું કે 2 વર્ષના સમયગાળા માટે, અજંતા કંપની દ્વારા પુલની જાળવણી, કોઈપણ એમઓયુ અથવા કરાર અથવા સોંપણી વિના ચાલુ રાખવામાં આવી હતી. ઉપરોક્ત કરાર સમાપ્ત થયા પછી, કયા પગલાઓ લેવામાં આવ્યા હતા શું આગળના સમયગાળા માટે ટેન્ડર બહાર પાડવાનું જરુરી ન હતું?તેવું એલ.એલ.એચ દ્વારા જાણવા મળે છે.

(3:25 pm IST)