Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ચીનના ગુપ્તચર અધિકારીઓને ભારતના ગુપ્ત સંરક્ષણ દસ્તાવેજો સપ્લાય કરવાના આરોપમાં નેપાળી નાગરિકને જામીન આપવાનો દિલ્હી હાઈકોર્ટનો ઇનકાર :દેશની રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને જામીન આપવાનું કોઈ કારણ નથી

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારે શેર સિંહ નામના નેપાળી નાગરિકને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કે જેના પર ચીનના ગુપ્તચર અધિકારીઓને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત અને ગોપનીય દસ્તાવેજો સપ્લાય કરવામાં સામેલ હોવાનો આરોપ છે.આરોપી શેર સિંહ પત્રકાર રાજીવ શર્મા જાસૂસી કેસમાં આરોપી છે અને તેના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુના તેમજ IPC હેઠળ ગુનાહિત કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.[શેર સિંહ @ રાજ બોહરા વિરુદ્ધ રાજ્ય (એનસીટી ઑફ દિલ્હી)

સિંગલ જજ જસ્ટિસ અનુ મલ્હોત્રાએ કહ્યું હતું કે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા ગુનાની ગંભીરતાને જોતા આરોપીને જામીન આપવાનું કોઈ કારણ નથી.

 જામીન અરજી નકારી કાઢવામાં આવે છેતેવો કોર્ટે આદેશ આપ્યો હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)