Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

રિલાયન્‍સે લિવરપુલ કલબના ટેકઓવરના અહેવાલને રદિયો આપ્‍યો

નવી દિલ્‍હીઃ બિલ્‍યનેર મુકેશ અંબાણી ઈંગ્‍લિશ ફુટબોલની લિવરપુલ ફુટબોલ કબલ પોતાના હસ્‍તક લેવા માટેની રેસમાં હોવાનું બ્રિટનના એક જાણીતા અંગ્રેજી દૈનિકે રવિવારે જણાવ્‍યું એ અહેવાલને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડે ગઈકાલે રદિયો આપ્‍યો હતો.

લિવરપુલ કબલને એના માલિકો ફેન્‍વે સ્‍પોર્ટ્‍સ ગ્રુપે વેચાણ માટે મૂકી છે. અંબાણીનું નામ આ કબલ સાથે જોડાવામાં આવ્‍યું હોવાનો આ પહેલો બનાવ નથી. બ્રિટિશ અખબારે એવું પણ જણાવ્‍યું હતું કે લિવરપુલના માલિકો પોતાની કલબને ૪ અબજ પાઉન્‍ડ સ્‍ટર્લિંગમાં વેચવા માગે છે.

(11:45 am IST)