Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

આ મેસ્‍કોટ છે ૨૦૨૪ની પેરિસ ઓલિમ્‍પિકસનો

આ કેપ ટર્કીમાં પાંચ સ્‍થળે પહેરાય છે, આ ત્રિકોણી ટોપી ફ્રાન્‍સમાં લોકપ્રીય

નવી દિલ્‍હીઃ ૨૦૨૪માં ઓલિમ્‍પિકસ અને દિવ્‍યાંગ એથ્‍લીટ્‍સ માટેની પેરાલિમ્‍પિકસ પેરિસમાં યોજાશે અને એ માટેના મેસ્‍કોટનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.

ફ્રાયજિયન કેપ તરીકે ઓળખાતા આ પ્રતીકની ખાસિયતએ છે કે આ પ્રકારની કેપ ખાસ કરીને ટર્કીમાં પાંચ સ્‍થળે પહેરવામાં આવે છે. આઝાદીના પ્રતીક તરીકે પણ જાણીતું ફ્રાયજિયન નામ ટર્કીમાંથી જ આવ્‍યું છે અને સમય જતાં એ ફ્રાન્‍સની ક્રાન્‍તિ વખતે પણ આઝાદીનું પ્રતીક બન્‍યું હતું. દેશભરમાં આદર્શ ચીજ તરીકે જાણીતી આ ત્રિકોણી ટોપી ફ્રાન્‍સમાં ખૂબ લોકપ્રિય છે.

(11:43 am IST)