Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

વિશ્‍વની વસ્‍તી ૮ અબજની થઇ ગઇ

વૈશ્વિક વસ્‍તી ૨૦૩૦ સુધીમાં લગભગ ૮.૫ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૧૦૦ સુધીમાં ૧૦.૪ અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે : ૨૦૨૩માં ચીનને પાછળ રાખી દેશે ભારત

નવી દિલ્‍હી, તા.૧૫: સંયુક્‍ત રાષ્‍ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે મંગળવારે વિશ્વની વસ્‍તી ૮ અબજ સુધી પહોંચી ગઈ છે. સતત વધતી જતી વસ્‍તી અને ઘટતા સંસાધનોની વચ્‍ચે યુએનનો આ રિપોર્ટ ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે વૈશ્વિક વસ્‍તી ૨૦૩૦ સુધીમાં ૮.૫ અબજ, ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ અને ૨૧૦૦ સુધીમાં ૧૦.૪ અબજ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં ભારતની વસ્‍તી આવતા વર્ષ ૨૦૨૩ સુધીમાં ચીનને પાછળ છોડી દેશે.
વર્લ્‍ડ પોપ્‍યુલેશન ડે નિમિત્તે સોમવારે જાહેર કરાયેલ વાર્ષિક વર્લ્‍ડ પોપ્‍યુલેશન પ્રોસ્‍પેક્‍ટ્‍સ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે વૈશ્વિક વસ્‍તી ૧૯૫૦ પછી સૌથી ધીમી ગતિએ વધી રહી છે, જે ૨૦૨૦માં એક ટકાથી પણ ઓછી થઈ છે. યુએનના લેટેસ્‍ટ રિપોર્ટ અનુસાર મંગળવારે વિશ્વની વસ્‍તી ૮ અબજ સુધી પહોંચી ગઈ છે. એશિયાઈ દેશો ભારત અને ચીન આમાં સૌથી વધુ ફાળો આપે છે. ભારત અને ચીન વિશ્વના સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે ભારત વર્ષ ૨૦૨૩ સુધીમાં વસ્‍તીના મામલામાં ચીનને પાછળ છોડી દેશે.
યુએનના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૦માં વૈશ્વિક વસ્‍તી ૭ અબજ હતી. આવી સ્‍થિતિમાં એક અબજની વસ્‍તી વધારવામાં ૧૨ વર્ષ લાગ્‍યા. ચિંતા પણ વ્‍યક્‍ત કરવામાં આવી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક વસ્‍તીની ગતિ ઘણી ધીમી છે. એવો અંદાજ છે કે વસ્‍તી ૯ અબજ સુધી પહોંચવામાં હજુ ૧૫ વર્ષ લાગશે એટલે કે ૨૦૨૩૭ સુધીમાં વિશ્વની વસ્‍તી ૯ અબજ થઈ જશે.
યુએનના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં, વૈશ્વિક વસ્‍તીમાં અંદાજિત વળદ્ધિના અડધાથી વધુ માત્ર આઠ દેશોમાં કેન્‍દ્રિત થશે. આ દેશો કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરીયા, પાકિસ્‍તાન, ફિલિપાઇન્‍સ અને તાન્‍ઝાનિયા છે. વિશ્વના સૌથી મોટા દેશોમાં અસમાન વળદ્ધિ દર કદના આધારે તેમના રેન્‍કિંગને ફરીથી ગોઠવશે.
વસ્‍તી વળદ્ધિ અંશતઃ મળત્‍યુ દરમાં ઘટાડો થવાને કારણે છે. વૈશ્વિક સ્‍તરે, ૨૦૧૯ માં સરેરાશ વય ૭૨.૮ વર્ષ હતી. ૧૯૯૦ થી સરેરાશ વયમાં લગભગ ૯ વર્ષનો વધારો થયો છે. મળત્‍યુદરમાં વધુ ઘટાડાના પરિણામે, ૨૦૫૦માં વૈશ્વિક સરેરાશ આયુષ્‍ય આશરે ૭૭.૨ વર્ષ રહેવાનો અંદાજ છે.

 

(11:09 am IST)