Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જમ્‍મુ-કાશ્‍મીરમાં છેલ્લા કેટલાક સપ્‍તાહમાં પ્રવાસીઓની સંખ્‍યા વધી

ચાલુ વર્ષે ૧.૬૨ કરોડ લોકોએ રાજયની મુલાકાત લીધી

શ્રીનગર,તા. ૧૫ : ચાલુ વર્ષે જમ્‍મુ-કાશ્‍મીરમાં પ્રવાસીઓની સંખ્‍યામાં ધરખમ વધારો જોવા મળ્‍યો છે. દાલ લેકમાં પણ પ્રવાસીઓની સંખ્‍યા વધી છે. જેના કારણે હાઉસબોટના માલિકોને સારી આવક થઇ છે. હોટેલના માલિકો પણ ખુશ છે. હોટેલ માલિકોના જણાવ્‍યા અનુસાર દિલ્‍હી, સુરત અને કોલકાતા સહિતના ભારતના મોટા ભાગના વિસ્‍તારોમાંથી પ્રવાસીઓ જમ્‍મુ-કાશ્‍મીર આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્‍યા પછી અનેક અનિશ્ચિતતાઓ હતી. ત્‍યારબાદ કોરોનાને કારણે પ્રવાસ ઉદ્યોગને મોટો ફટકો પડયો હતો. જો કે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્‍યા સતત વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે જાન્‍યુઆરીથી  અત્‍યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોએ રાજયની મુલાકાત લીધી છે.

(10:29 am IST)