Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મહારાષ્ટ્રના 250 મોટા સાહિત્યકારોએ સમર્થન આપ્યું :પાંચ મુદ્દાનો પત્ર સોંપાયો

હિંગોલીમાં સાહિત્યકારોએ રાહુલ ગાંધીને મળીને પોતાનું સમર્થન આપ્યું એક પત્ર પણ આપ્યો

નવી દિલ્હી :કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ દિવસોમાં મહારાષ્ટ્ર પહોંચી છે.મહારાષ્ટ્રના લગભગ 250 મોટા સાહિત્યકારોએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં છે

  હિંગોલીમાં સાહિત્યકારોએ રાહુલ ગાંધીને મળીને પોતાનું સમર્થન આપ્યું હતું અને રાહુલ ગાંધીને એક પત્ર પણ સોંપવામાં આવ્યો છે. જે પ-અત્રમાં પાંચ મુખ્ય મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુદ્દા નીચે લખેલા છે.

 1) બિનસાંપ્રદાયિકતા

2) આર્થિક નીતિ- બેરોજગારી, આવકમાં ઘટાડો

3) શિક્ષણ (શિક્ષણની કરાર પદ્ધતિનો વિરોધ, મોંઘુ શિક્ષણ)

 

4) ખેડૂતો/મજૂરો  : ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, શ્રમ કાયદો ખોટો છે.

5) કલાકાર, લેખકની વ્યક્તિગત સ્વતંત્રતા જોખમમાં છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પણ શનિવારે હિંગોલીમાં આયોજિત ભારત જોડો યાત્રા દરમિયાન આયોજિત જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત જોડો યાત્રાની શરૂઆતથી જ અમે રાહુલ ગાંધીને દોડતા જોઈ રહ્યા છીએ. આપણે કહી શકીએ કે ટૂંક સમયમાં આપણું નસીબ દોડવા લાગશે.

જયંત પાટીલે કહ્યું હતું કે દેશને પ્રેમ કરનારા આજે બધા એક થયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર સ્વાસ્થ્યના કારણોસર કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં હાજરી આપી શક્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે આ માહિતી આપી હતી. પત્રકારોને સંબોધતા રમેશે કહ્યું હતું કે 81 વર્ષીય શરદ પવાર અગાઉ આ પદયાત્રામાં ભાગ લેવા માટે સંમત થયા હતા

(11:13 pm IST)