Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

દિલ્હીમાં "રો" (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના અધિકારીએ આત્મહત્યા કરી લીધી: ઓફિસના ૧૦મા માળેથી કૂદીને જીવ દીધો

દિલ્હીના લોધી રોડમાં "રો" ની ઓફિસ છે.  અધિકારી દ્વારા આત્મહત્યાના મામલામાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતા.  જો કે આ અંગે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી.  "રો" (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના  અધિકારીના મોત અંગે હજુ સુધી સંપૂર્ણ માહિતી સામે આવી નથી.  પરંતુ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ કરવામાં આવી રહી છે.  શું "રો" ના  આ અધિકારી તેમના કામને કારણે ડિપ્રેશનમાં હતા કે પછી તેમને કોઈ પારિવારિક સમસ્યા હતી જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા?  આ અંગે હાલ કંઈ જાણવા મળ્યું નથી.

 

(10:01 pm IST)