Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

૨૫ વર્ષથી સેવા કરનાર રિક્ષાચાલકને મહિલાએ આપી દીધી ૧ કરોડની મિલકત

મહિલાએ ૩ માળનું મકાન અને સંપત્તિ આપી દીધાં: જવેલરી પણ આપી દીધી

ભુવનેશ્વર, તા.૧૫: ઓડિશૉં એક મહિલાએ તેની પ્રોપર્ટી રિક્ષાચાલકને ટ્રાન્સફર કરી હોવાની ઘટના ભુવનેશ્વરમાં બની છે. છેલ્લા ૨૫ વર્ષથી આ મહિલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં રિક્ષાચાલકના નામે આ મહિલાએ તેની પ્રોપર્ટી ટ્રાન્સફર કરી છે. ૬૩ વર્ષીય મિનાતી પટનાયક નામની આ વૃદ્ઘ મહિલાએ પોતાની મિલકત કે જેમાં ત્રણ માળનું દ્યર, જવેલરીનો સમાવેશ થાય છે તે ૫૦ વર્ષીય રિક્ષાચાલકને ટ્રાન્સફર કરી છે. મહિલાએ રિક્ષાચાલકને ટ્રાન્સફર કરેલી કુલ મિલકતની કિંમત અંદાજિત ૧ કરોડ રૂપિયા છે.

૬૩ વર્ષીય મિનાતી પટનાયકે જણાવ્યું કે તે રિક્ષાચાલકે હંમેશાં મારા પરિવારને મદદ કરી છે. તે રિક્ષાચાલકની ઉંમર ૫૦ વર્ષ છે. રિક્ષાચાલક અને તેની પત્ની મને માતા કહીને સંબોધે છે જયારે તેમના બાળકો મને દાદી કહીને બોલાવે છે. સાદગી અને પ્રમાણિકતા સાથે પ્રોપર્ટીની કોઈ સરખામણી થઈ શકે નહીં.

મિનાતી પટનાયકના પતિનું ગત વર્ષે કેન્સરના કારણે નિધન થયું હતું જયારે તેમની ૩૦ વર્ષીય દીકરીનું આ વર્ષે જાન્યુઆરીમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું. મિનાતી પટનાયકે જણાવ્યું કે હું હાર્ટની દર્દી છું અને મને હાઈ બ્લડ પ્રેશર રહે છે. પરંતુ, આ રિક્ષાચાલકનો પરિવાર મારું સારું ધ્યાન રાખે છે. આ રિક્ષાચાલક મારી દીકરીને સ્કૂલે મૂકવા જતો હતો અને તે સિવાય અમારે જયારે પણ કોઈ કામ હોય ત્યારે મદદે આવતો હતો. રિક્ષાચાલકની પત્ની પણ મને દ્યરકામમાં મદદ કરે છે. ત્યારે મેં મારી પ્રોપર્ટી રિક્ષાચાલકને આપવાનું નક્કી કર્યું છે.

૬૩ વર્ષીય મહિલાએ રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને મિલકત આપવાનું નક્કી કર્યું છે. આ રિક્ષાચાલક છેલ્લા ૨૫ વર્ષથી વૃદ્ઘ મહિલાની સેવા કરી રહ્યો હતો. તેના નામે મહિલાએ સમગ્ર મિલકતનો માલિકી હક્ક આપવાનું નક્કી કર્યું છે. બધું મળીને એક કરોડની કિંમત થાય છે. પગેથી રિક્ષા ચલાવનારને રિક્ષાચાલકને સેવાનું ફળ મળ્યું છે. જયારે રિક્ષાચાલક કહ્યું કે હું છેલ્લા ૨૫ વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલો છું. મિનાતી મેડમ હંમેશાં તહેવારો અને અન્ય દિવસોમાં અમને મદદ કરે છે. વર્ષોથી અમે મિનાતીજી અને તેમના પરિવારની સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો. હવે તેમની પૂરી કાળજી લઈશું. તેમની મિલકત મારા નામે કરી આપવી એ તેમની મહાનતા છે.

(4:56 pm IST)