Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વિશ્વ વિખ્યાત મહાનાટક

જાણતા રાજાના નિર્દેશક બાબાસાહેબ પુરંદરેનું ૯૯ વર્ષે નિધન

નરેન્દ્રભાઇ, અમિતભાઇ, ઉધ્ધવ ઠાકરે, જે.પી.નડ્ડા સહિતના અગ્રણીઓએ શોક વ્યકત કર્યો

મુંબઈ,તા. ૧૫: ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબસાહેબ પુરંદરે આજે સવારે પૂણેના દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ૯૯ વર્ષના હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ મુજબ પુરદરે શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. જે બાદથી તેમની સ્થિતિમાં સુધારો ન થઈ શકયો.

બાબા પુરંદરે પોતાના દ્યરના બાથરુમમાં પડી ગયા હતા. તે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મોત પર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ઘવ ઠાકરેએ બાબાસાહેબ માટે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની જાહેરાત કરી હતી. ત્યારે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બાબાસાહેબના નિધન પર દુઃખ વ્યકત કર્યુ.

બાબાસાહેબના નિધન પર પીએમ મોદીએ કહ્યું, દુઃખને શબ્દોમાં વર્ણવી ન શકાય. બાબાસાહેબનું જવું ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં મોટું શૂન્ય છોડ્યું છે. તેમનો આભાર કે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાશે.ઙ્ગ

પીએમ કહ્યું કે બાબાસાહેબનું કામ પ્રેરણા દેનારુ હતુ. હું જયારે પૂનેના પ્રવાસે ગયો હતો ત્યારે તેમનું નાટક જાનતા રાજા જોયું હતુ. જે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત હતુ.ઙ્ગ બાબાસાહેબ જયારે અમદાવાદ આવતા તે હું તેમના કાર્યક્રમમાં ભાગ લેતો હતો.

અમિતભાઈ શાહે કહ્યું કે થોડાક વર્ષો પહેલા બાબાસાહેબ પુરંદર સાથે મુલાકાત કરી એક લાંબી ચર્ચા કરવાનો સૌભાગ્ય મળ્યુ હતુ. તેમની ઉર્જા અને વિચાર સાચે જ પ્રેરણાદાયી હતી. તેમનું નિધન એક યુગનો અંત છે. તેમના પરિજનો તથા અસંખ્ય પ્રશંસકોના પ્રત્યે સંવેદનાઓ વ્યકત કરુ છું. પ્રભુ તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે ઓમ શાંતિ.

બાબાસાહેબ પુરંદરે દેશમાં લોકપ્રિય ઈતિહાસકાર- લેખક રહેવાની સાથે થિયેટર કલાકાર પણ રહી ચૂકયા હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ પર તેમની વિશેષજ્ઞતા માટે જાણવામાં આવતા હતા. બાબા પુરંદરેએ શિવાજીને લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લા પર પણ અનેક પુસ્તકો લખી. આ ઉપરાંત તેમણે શિવાજીના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક -જાનતા રાજાનું ડિરેકશન કર્યુ હતુ.

(4:17 pm IST)