Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આજે કોરોનાના નવા ૧૦,૨૨૯ કેસ નોંધાયાઃ ગઈકાલની સરખામણીએ ૯.૨% ઓછા

એકિટવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૦૯૬ થઇ છેઃ જે છેલ્લા ૫૨૩ દિવસમાં સૌથી ઓછા કેસ છે

નવી દિલ્હી, તા.૧૫: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૨૨૯ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૪૭,૫૩૬ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. આજે ૧૧,૯૨૬ દર્દીઓ સાજા થઇને દ્યરે ગયા છે જયારે ૧૨૫ લોકોના મોત નીપજયા છે.

એકિટવ કેસોની સંખ્યા દ્યટીને ૧,૩૪,૦૯૬ થઇ છે. જે છેલ્લા ૫૨૩ દિવસમાં સૌથી ઓછા કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૩૩,૮૪૯,૭૮૫ લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે, કોરોનાથી અત્યાર સુધીમાં ૪૬૩,૬૫૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૨૦,૧૧૯ લોકોએ રસી લીધી છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૨,૩૪,૩૦,૪૭૮ લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ ૯૮.૨૬્રુ છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટીવિટી દર ૧.૧૨% છે જે છેલ્લા ૪૨ દિવસથી ૨ ટકાથી નીચે છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર ૦.૯૯% છે જે છેલ્લા ૫૨ દિવસથી ૦.૯૯% છે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૯૫૬ નવા કેસ, જમ્મુ અને કાશ્મીરમાં ૧૭૪, તેલંગાણામાં ૧૦૫ અને ગોવામાં ૧૮ નવા કેસ નોંધાયા હતા. રવિવારે, તેલંગાણામાં કોવિડ -૧૯ ના ૧૦૫ નવા કેસ નોંધાયા, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ થઈ ગઈ. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં કોરોના વાયરસના ચેપના ૧૭૪ નવા કેસ આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૩,૩૪,૧૮૦ થઈ ગઈ છે. તે જ સમયે, વધુ બે દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને ૪,૪૫૦ થયો છે.

સુરતમાં  રવિવારે એક જ પરિવારના પાંચ વ્યકિત કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો હતો અને તંત્ર એકશનમાં આવી ગયું છે. ૩ વર્ષના ટ્વીન્સ બાળકો સહિત પાંચ વ્યકિતને કોરોનાનો ચેપ લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચેય લોકોને કોરોનાના લક્ષણો કોઈ પણ નથી, પરંતુ તેમણે વેકસીનના બન્ને ડોઝ લીધા છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાંદેર ઝોનમાં જ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતાં. પરંતુ સારી વાત એ છે કે અન્ય સાત ઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી. સુરતના અડાજણમાં પવિત્રા રો-હાઉસમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો શનિવારે કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે, ત્યારબાદ પાલ સીમંધર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના પિતા-પુત્રનો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. પાલિકા આરોગ્ય વિભાગે બન્ને વિસ્તારોને કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

(11:17 am IST)