Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

હેવાનિયતની ચરમસીમા :છ મહિનામાં સગીરા પર 400થી વધારે લોકોએ ગુજાર્યો બળાત્કાર

મા વગરની સગીરાના પિતાએ કરાવી દીધા લગ્ન, સસરાએ યૌન શોષણ કર્યું : આરોપી પોલીસકર્મી પણ સામેલ :સગીરા ગર્ભવતી બની: મહારાષ્ટ્રના બીડ જિલ્લાની ધૃણાસ્પદ ઘટના

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બનેલી એક અત્યંત ધૃણાસ્પદ અને ચોંકાવનારી ઘટનામાં એક સગીરા પર છ મહિનામાં 400 થી વધારે લોકોએ રેપ કર્યો હતો

બળાત્કારના આ કેસમાં જનમતમાં પ્રકાશિત અહેવાલ મુજબ પીડિતા સગીર છોકરીની માતાનું 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. લગભગ એક વર્ષ સુધી સાસરિયામાં રહ્યા બાદ તે ઘરે પાછી ફરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સસરાએ પણ તેના પર સેક્યુઅલ એટેક કર્યો હતો. થોડા દિવસો પછી તે નોકરીની શોધમાં અંબેજોગાઈ ટાઉન ગઈ.

રિપોર્ટ અનુસાર, બે પુરુષોએ અંબેજોગાઈમાં નોકરીનું વચન આપીને સગીર છોકરીનું જાતીય શોષણ કર્યું હતું. ત્યારબાદ એક પોલીસ કર્મચારી સહિત 100 અન્ય લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 6 મહિનાની અંદર લગભગ 400 લોકોએ સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.પીડિત સગીર હાલમાં 2 મહિનાની ગર્ભવતી છે. હાલ પોલીસે સમગ્ર કેસ અંગે પીડિતાના નિવેદન પર ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા બાળકને જન્મ ન આપી શકે તે માટે ગર્ભપાતની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

(12:00 am IST)