Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાને કારણે કડકડતી ઠંડી :સાત જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી

શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને મુઘલ રોડ સહીતના ઘણાં માર્ગો બંધ : તાપમાન સામાન્યથી દશથી પંદર ડિગ્રી સુધી ગગ઼ડયું

જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાને કારણે કડકડતી ઠંડી પડી રહી છે. કાશ્મીર ખીણમાં પ્રશાસન દ્વારા ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા બાદ સાત જિલ્લાઓમાં ઓછા ખતરાવાળી હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરી હતી.તાજેતરની હિમવર્ષને જોતા બાંદીપુરા, બારામૂલા, અનંતનાગ, કુલગામ, બડગામ, કુપવાડા અને ગંદેરબલ જિલ્લામાં હિમસ્ખલનની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ચોવીસ કલાક માટે ઓછા ખતરાવાળા હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરાઈ છે .

હિમસ્ખલનની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને નહીં જવાની તાકીદ કરાઈ છે કાશ્મીર ખીણના મોટાભાગના પહાડી વિસ્તારોમાં સતત  હિમવર્ષા અથવા વરસાદ થઈ રહ્યો છે. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને મુઘલ રોડ સહીતના ઘણાં માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાનો સિલસિલો યથાવત રહ્યો હતો. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષાથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જમ્મુ વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષાને કારણે દિવસે તાપમાન સામાન્યથી દશથી પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી ગગ઼ડયું છે.

(12:24 pm IST)