Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સબરીમાલા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા કરવા કેરળમાં સર્વપક્ષીય બેઠક આજે

કેરળ તા.૧૫: સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા કરવા કેરળ સરકારે આજે એક સર્વદલીય બેઠક બોલાવી છે. જેમાં મુખ્યમંત્રી વિજયન બધા પક્ષો સાથે વાતચિત કરશે. મંગળવારે જ સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં આપેલ બધી મહિલાઓના પ્રવેશના નિર્ણય ઉપર રોક લગાવવાનો ઉન્કાર કર્ર્યો હતો. આ અંગે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે પુનઃવિચાર માટે રર જાન્યુઆરી સુધી અરજકર્તાને રાહ જોવા જણાવેલ.

નેશનલ અયપ્પા ડેવોટીઝ (વુમન) એસોસીએશને કેરળ સરકારની આજની સમીક્ષા બેઠક ઉપર મહિલાઓના પ્રવેશના સમર્થકો અને વિરોધીઓ સહિત દેશભરના લોકોની નજર રહેલી છે. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે ૪-૧ના બહુમતથી સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓને પ્રવેશની મંજુરી આપી હતી.

(12:21 pm IST)