Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગરીબી-બેકારી, બેરોજગારીની જનેતા કોંગ્રેસ:મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

બીકેસી ખાતે મુખ્‍યમંત્રીની હીરા અગ્રણીઓ સાથે બેઠક :હીરાઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર પ્રયત્‍નશીલ : હીરાઉદ્યોગ પ્રદર્શનની મુલાકાત લેતા રૂપાણી

 

મુંબઈ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બીકેસી ખાતે હીરાઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરી તેમની મુશ્કેલીઓનો સાથે બેસીને નિરાકરણ લાવવા પ્રયત્ કરાશે અને સરકાર તેમની સાથે હોવાની હૈયા ધરપત આપી હતી.ગુજરાતના અર્થતંત્રમાં  હીરાઉદ્યોગનો ખુબ મોટો ફાળો છે.

મુખ્યમંત્રીએ ઇન્ડિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત હીરા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

 મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને પ્રચાર અર્થે મુંબઇ આવેલા મુખ્યમંત્રીશ્રીએ   બીકેસી ખાતે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગરીબી-બેકારી અને બેરોજગારીની જનેતા કોંગ્રેસ છે. કોંગ્રેસે જુઠ્ઠા વચનો આપવા સિવાય કોઇ કામ કર્યું નથી

  ભાજપ સરકારે લોકોએ મુકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યો છે. ૩૭૦ ની કલમ નાબુદી અને ત્રિપલ તલાકના કાયદાઓ ટુંકાગાળામાં અમલી બનાવીને પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વરાજ સાથે સુરાજયનું શાસન આપ્યું છે. નયાભારતના નિર્માણ અને ભાવીપેઢી માટે લોકોને ભાજપને મત આપ્યા છે. લોકસભાની ચુંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં પ્રચંડ જનસમર્થન વડે કોંગ્રેસ પર ખીલો મારવાનો અવસર છે. પ્રજા જરૂર હિસાબ ચુકતે કરશે.  

  મુખ્યમંત્રીએ તા.૨૧મીના રોજ ભાજપને મત આપી, દેવેન્દ્ર ફડનવીસને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી

  પુર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વ ફલક પર નામના કેળવી છે. જયારે કોંગ્રેસે આંતકવાદને પ્રોત્સાહન આપ્યું છે. દેશને લુંટયો છે. ત્યારે ૨૧મી ઓકટોબરના રોજ દેશને જેણે પીડા આપી છે, એવી કોંગ્રેસને જાકારો આપવા જંગી મતદાન કરવા અપીલ કરી હતી

  બીકેસી ખાતે હીરાઉદ્યોગના અગ્રણી અનુપ મહેતા, મહેન્દ્રભાઇ, કાંતિભાઇ, પ્રમોદ અગ્રવાલ, મેહુલ શાહ, કીરીટભાઇ ભણશાલી, પ્રવીણશંકર પંડયા સહિત અગ્રણીઓએ હીરાઉદ્યોગમાં જીએસટી લેબર ઓછુ કરાવ્યું તે બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો

(11:50 pm IST)