Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કોંગ્રેસ પાર્ટીના ચીફ એકાઉન્ટન્ટ સહિત સંખ્યાબંધ સીએના નિવાસ સ્થાને દરોડા

ભારતીય લોકશાહી ઉપર ખતરો નથી તો બીજું શું છે? કપિલ સિબલના પ્રહાર

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના ચીફ એકાઉન્ટન્ટ સહિત સંખ્યાબંધ સીએના નિવાસ સ્થાનો ઉપર દરોડા પડયા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગ્જ નેતા કપિલ સિબ્બલના આકરા પ્રહારો કર્યા છે  મોદી સરકારનું આવકવેરા ખાતું કોઈપણ અધિકૃત દસ્તાવેજ કે વોરંટ વિના અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને ત્યાં દરોડા પાડી રહેલ છે.

            ભારતીય લોકશાહી ઉપર ખતરો નથી તો બીજું શું છે? તેવા સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસનું ડેલિગેશન ચૂંટણી કમિશનરને પણ મળ્યું હતું અને ત્યાર બાદ પત્રકારોને સંબોધતા કપિલ સિબ્બલે કહ્યું કે કોઈપણ દસ્તાવેજો વિના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ cbdt અમારા એકાઉન્ટન્ટના નિવાસો ઉપર દરોડા પાડી રહેલ છે. લોકશાહી ઉપર આ કુઠારાઘાત છે.

(10:49 pm IST)