Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાર્ટી ૨૦૧૯'': યુ.કે.માં ૨ નવેં.ના રોજ ઉજવાનારો ઉત્સવઃ બોલીવુડ ડાન્સ, ભાંગરા, કોમેડી શો, ડીનર, સહિતના આયોજનો

લંડનઃ યુ.કે.માં વસતા હિન્દુઓ તથા શીખોના સંયુકત ઉપક્રમે ૨ નવેં.૨૦૧૯ના રોજ ''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાટી''નું આયોજન કરાયું છે.

કલે ઓવેન બેન્કવેટ સ્યુટ ૨, ૧૯૭, ઇલિંગ રોડ વેમ્બલે મુકામે ઉજવાનારા ઉત્સવનો સમય સાંજે ૬.૩૦ વાગ્યાથી રાત્રિના ૧૨.૩૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં ડીનર, સોફટ ડ્રીંક, ડી.જે.બોલીવુડ ડાન્સ, ભાગંરા, તથા કોમેડી શો સહિત વિવિધ આયોજનો કરાયા છે. ટિકિટ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે તેવું જાણવા મળે છે.

(8:18 pm IST)
  • ટોર્ક મોટરમાં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે: તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે access_time 11:01 pm IST

  • મુંબઈના અંધેરી ખાતે આવેલ પેનીનસુલા બિઝનેસ પાર્ક નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે 65 લોકોને બચાવી લીધા છે access_time 10:55 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાને પોતાની આગવી ચૂંટણી પ્રક્રિયા છે, બીસીસીઆઇના પ્રમુખ કોણ થાય તે હું નક્કી નથી કરતો ફોટો bcci access_time 11:00 pm IST