Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચિદમ્બરમની ધરપકડ માટે ઈ ડી એ કરેલ અરજી ઉપર cbi કોર્ટનો આજે ચુકાદો : અમદાવાદમાં રિયલ એસ્ટેટ અને ફાયનાન્સર ઉપર ત્રાટકતું આવકવેરા ખાતું, 18 સ્થળે દરોડા અને સર્વે : બોટાદ પોલીસની બોલેરો વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત, ત્રણના મોત : પોરબંદર અને રાજકોટ ને ડેન્ગ્યુનો ભરડો, વધુ બે મોત, સંખ્યાબંધ પોઝિટિવ કેસો : બનાસકાંઠા જિલ્લામાં જીવલેણ ડિપ્થેરિયાએ ચાર બાળકોના મોત સર્જ્યા: આવતીકાલથી ગીર જંગલમાં સિંહ દર્શન માટે લીલીઝંડી : હવેથી બેંક થાપણને દસ લાખ સુધીનું સુરક્ષાકવચ : જમ્મુ-કાશ્મીરમાં રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની આતંકીઓએ હત્યા કરી : બે દિવસમાં ચોમાસાનું દેશભરને બાય બાય, 17મીથી ઉત્તર-પૂર્વ ચોમાસાનું વેલકમ : ભુજમાં રાજકીય આગેવાન ના પુત્ર એ છરી વડે હુમલો કરતાં સનસનાટી, યુવાનને ગંભીર ઈજા : અયોધ્યામાં વિવાદિત સ્થળે 5100 દિવાની આરતી કરવાની વિશ્વ હિન્દુ પરિષદે કરેલી માગણી ફગાવી દેવાઇ, વિવાદિત સ્થળે દીપદાન કે નમાજ અદા કરવા દેવામાં આવશે નહીં : 24 થી 26 ઓક્ટોબર સુધી અયોધ્યામાં દીપોત્સવ ઉજવાશે, ત્રણ દિવસના અતિ ભવ્ય કાર્યક્રમો

(12:57 pm IST)