Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પગારના સંકટથી પરેશાન BSNL-MTNLના કર્મચારી PM આવાસને ઘેરાવ કરશેઃ હડતાલની ચીમકી

૧.૮૦ લાખ ઘરોમાં નહિ ઉજવાય દિવાળી

નવી દિલ્હી તા.૧૫: પગાર સંકટ સામે ઝઝુમી રહેલા બીએસએનએલ અને એમટીએનએલ કર્મચારીઓના ઘરમાં આ વર્ષે દિવાળીની રોશની થવી મુશ્કેલ છે. તહેવારો વખતે જ પગાર ન મળતા અને આ બંન્ને જાહેર કોમના ઉપક્રમો બંધ થવાની શંકાથી પરેશાન આ કર્મચારીઓએ વડાપ્રધાન મોદીની એનડીએ સરકાર વિરૂધ્ધ મોર્ચો ખોલી દીધો છે.

એમટીએનએલ કર્મચારીઓએ ઇન્ડિયા ગેટથી વડાપ્રધાન આવાસ એટલે કે ૭, લોક કલ્યાણ માર્ગ સુધી વિરોધ મોર્ચો કાઢવાની નોટીસ આપી છે, જયારે બી એસએન કર્મચારી સંઘ પોતાની માંગણીઓ બાબતે શુક્રવારે એક દિવસની ભૂખ હડતાલ કરશે. ઉલ્લેખનિય છે કે આ કર્મચારીઓને ઓકટોબરનો પગાર હજુ સુધી નથી મળ્યો. આ મહિનામાં બબ્બે તહેવારો દશેરા અને દિવાળી ત્યારે આ સ્થિતી છે.

૨૨  હજાર એમટીએનએલ કર્મચારીઓને છેલ્લા બે મહીનાથી (ઓગસ્ટ અને સપ્ટેમ્બર)નો પગાર નથી મળ્યો. જયારે બીએસએનએલના ૧.૫૮ લાખ કર્મચારીઓને ગયા મહીને પગાર નથી મળ્યો. એમટીએનએલ એકઝીકયુટીવ એસોસીએશનના મહામંત્રી વી કે તોમરે જણાવ્યું, ''અમે વિરોધ માર્ચ બાબતે સૂચના આપી દીધી છે. બુધવારે (૧૬ ઓકટોબર)સાંજ ઇન્ડિયા ગેટથી પીએમ આવાસ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.

આ દરમ્યાન મુંબઇમાં આ કર્મચારીઓ મીણબતીઓ લઇને વિરોધ માર્ચ કાઢશે, જે આઝાદ મેદાનથી રાજયપાલ નિવાસ સુધી જશે. તોમરે આગળ કહ્યું, જુલાઇનો પગાર ૨૦ દિવસ મોડો મળ્યો હતો એમટીએનએલને ત્યાર પછી કોઇ પગાર નથી મળ્યો.''

(11:42 am IST)