Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અયોધ્યામાં હિંદુ સંગઠનોને રામજન્મભૂમિ પરિસરમાં દીપોત્સવ ઉજવણી- દીવડા પ્રગટાવાની મંજૂરી નહીં

મંજૂરી જોઈતી જ હોય તો વિશ્વ હિંદુ પરિષદને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે

 

અયોધ્યા : હિંદુ સંગઠનનોનું એક પ્રતિનિધિ મંડળ  અયોધ્યાના કમિશનર અને રામજન્મભૂમિ પરિસરના રિસિવર મનોજ મિશ્રાની મુલાકાતે પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન રામજન્મભૂમિ પરિસરમાં દીવાળીમાં દીવડાઓ પ્રગટાવવાની મંજૂરી માગવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદને માટે મંજૂરી આપવામાં આવી નથી.

મંજૂરી મળવાથી વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ ખાતે દીપ સાથે ઉજવણી કરી શકશે નહીં. બાબતે મંજૂરી જોઈતી હોય તો વિશ્વ હિંદુ પરિષદને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકાર ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવા માગે છે. અયોધ્યામાં 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે અને સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ ઉજવણી કરાશે. રામ મનોહર લોહિયા યુનિવર્સિટી દ્વારા તો મૌખિક આદેશ પણ આપવામાં આવ્યો છે. જેમાં 4 લાખ દીવડાઓ કુંભાર પરિવારોને બનાવવા આપ્યા છે.

(12:51 am IST)