Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇન્ડિયન અમેરિકન અર્થશાસ્ત્રી શ્રી અભિજીત બેનર્જી નોબેલ પ્રાઇઝ સહવિજેતા ઘોષિત

મેસ્સેચ્યુએટસઃ અમેરિકાના મેસ્સેચ્યુએટસ ઇન્સ્ટિીટયુટ ઓફ ટેકનોલોજીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટેના સહવિજેતા જાહેર કરાયા છે.

આ પ્રાઇઝ ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુકત પણે અપાયું છે. જેમાં શ્રી અભિજીત બેનર્જી, એસ્થર ડુફલો, તથા માઇકલ ક્રેમરનો સમાવેશ થાય છે.

શ્રી બેનરજીએ ભારતમાં શિક્ષા, પર્યાવરણ, તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રદાન કરેલું છે તેમજ તેઓ બિહારના અને આંધ્રપ્રદેશના નરેગા પ્રોજેકટમાં પણ શામેલ રહ્યા છે. તેમના મંતવ્ય મુજબ બાળકોને મફતમાં ખાવાનું અને પુસ્તકો આપવા કરતાં કમજોર બાળકોની નબળાઇ દૂર કરવાથી વધારે સારૃં પરિણામ મળે છે. તેઓને વૈશ્વિક ગરીબી ઓછી કરવાના પ્રયાસના ભાગ રૂપે ઉપરોકત પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

(8:26 pm IST)