Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

યુ.એસ.ની મેન્ટલ હેલ્થ એડવાઇઝરી કાઉન્સીલમાં ઇન્ડિયન અમેરિકન ડો.સંપટ શિવાંગીની નિમણુંક

વોશીંગ્ટનઃ યુ.એસ.ની મેન્ટલ હેલ્થ સર્વિસીઝ નેશનલ  એડવાઇઝરી કાઉન્સીલમાં ઇન્ડિયન અમેરિકન ડો.સંપટ શિવાંગીનો સમાવેશ કરાયો છે. તેવું વ્હાઇટ હાઉસ તથા યુ.એસ.સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હયુમન સર્વિસએ ૯ ઓકટો.૨૦૧૯ના રોજ જાહેર કર્યુ છે.

ડો.સંપટ મિસ્સીસિપ્પી સ્ટેટ બોર્ડ ઓફ મેન્ટલ હેલ્થના ચેર પર્સન છે. તથા અગ્રણી રિપબ્લીકન,ફીઝીશીઅન અને ફીલાન્થ્રોફીસ્ટ છે. તેઓ ૩૦ જુલાઇ ૨૦૨૩ સુધી નેશનલ એડવાઇઝરીંમાં ફરજ બજાવશે.

તેમણે ઉપરોકત રાષ્ટ્રિય કક્ષાના હોદા ઉપર કામ કરવાની તક મળવા બદલ ખુશી વ્યકત કરી હતી. તેઓ રિપબ્લીકન ઇન્ડિયન કાઉન્સીલ તથા રિપબ્લીકન ઇન્ડિયન નેશનલ કાઉન્સીલના ફાઉન્ડીંગ મેમ્બર છે.

(9:44 am IST)