Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

પંજાબી ગાયક દલેર મહેંદીને મળી મોટી રાહત: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 2 વર્ષની સજા રદ કરી

માનવ તસ્કરીના કેસમાં ફસાયેલા દલેર મહેંદીને આપવામાં આવેલી 2 વર્ષની સજાને સ્થગિત કરી દીધી

નવી દિલ્હી : પંજાબી ગાયક દલેર મહેંદીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દલેર મહેંદીને માનવ તસ્કરી કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી તેને રદ્દ કરવામાં આવી છે. સજા સામે દલેર મહેંદીએ હાઈકોર્ટમાં કરેલી અપીલને હાઈકોર્ટે માન્ય રાખી છે. તમને જણાવી દઈએ કે 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં પટિયાલાની ટ્રાયલ કોર્ટે દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

ત્રણ વર્ષની સજાના આ નિર્ણયને લઈ દલેર મહેંદીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે તેને 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં રાહત મળી છે. રિપોર્ટસ અનુસાર તે પટિયાલાની જેલમાં બંધ છે. જ્યાં ક્રિકેટરથી લઈ નવજોત સિંહને રાખવામાં આવ્યા છે પરંતુ હવે કોર્ટના આદેશ આવ્યા બાદ દલેર મહેંદીને પટિયાલા જેલથી મુક્ત કરવામાં આવશે. હવે આગળના કેસની સુનાવણી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ચાલશે.

દલેર મહેંદીની અરજી પર પંજાબ સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બર એટલે કે આજે નક્કી કરી હતી. જે અંતર્ગત આજે સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો આપતા તેમને મોટી રાહત આપી છે.

19 વર્ષ જૂના આ કેસમાં કબુતરબાજી એટલે કે, માનવ તસ્કરી સાથે જોડાયેલ છે. દલેર મહેંદીની સાથે -સાથે આ મામલે તેમનો ભાઈ શમશેર સિંહ પણ આરોપી હતો પરંતુ વર્ષ 2017માં તેમનું મોત થયું હતુ. ત્યારબાદ વર્ષ 2018માં દલેર મહેંદીને આ મામલે દોષી જાહેર કરતા કોર્ટે સજા સંભળાવી હતી.

(8:38 pm IST)