Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાત્રે 1 વાગ્યા સુધીના મહત્વના સમાચારો વાંચવા અહી ક્લિક કરો

રાત્રે 1 વાગ્યા સુધી મહત્વના સમાચારો : 

1) સંઘના વડા મોહન ભાગવત બે દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે : સંગઠન બાબતની કરશે સમીક્ષા : સંઘના પદાધિકારીઓ મુજબ મોહન ભાગવત 22મીએ કોલકાતા પહોંચશે : તેઓ સંગઠનના પદાધિકારીઓ સાથે બંધબારણે બેઠક કરશે :કોરોના મહામારીને કારણે અન્ય કોઈ સ્થળે જશે નહીં

2) મોદી સરકારનો મોટો માસ્ટર પ્લાન:ચીન અને પાકિસ્તાનની પ્રોપર્ટી વેચીને સરકાર કરશે એક લાખ કરોડ રૂપિયા જેટલી અધધ કમાણી: ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર લાવી શકે છે નવો કાયદો: દેશમા હાલમાં કુલ 9000થી વધુ એવી સંપત્તિઓ છે જેના માલિકોનો સંબંધ  ચીન અને પાકિસ્તાન સાથે હોય શકે : મોટા ભાગની સંપત્તિ ભારત સરકારને હસ્તક: પીએમ મોદીને અપાઈ છે નવો કાયદો ઘડવાની સલાહ

3) આ વખતે 15 નવેમ્બર બાદ પાકિસ્તાનના ચાર ટુકડા થઇ શકે : ભાજપના નેતા સુબ્રહ્મણીયમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનું સ્વાગત શા માટે નહિ કરવું જોઈએ ? : આ વિચારને લઇને કઈ વાતનો ડર છે ? સ્વામીએ વધુમાં કહ્યું કે જો આપણે POK પાછું લેવા ઇચ્છતા હોઈએ , પાકિસ્તાનના ચાર ભાગમાં વહેંચવા ઇચ્છતા હોઈએ તો સૌથી વધુ એ સારું હોય શકે છે કે આ વર્ષે 15 નવેમ્બર બાદ યુદ્ધ થઇ જાય

4) ભાજપમાં ચાલતા જૂથવાદની સ્પ્રિંગ ઉછળી : અસારવામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં  મામલો મારામારી સુધી પહોંચતા ખળભળાટ: અસારવામા વૃક્ષારોપણ કાર્યક્રમમા હોબાળો મચ્યો : અસારવાના મહામંત્રી ગોપાલ ભદોરીયા અને પુર્વ નરોડા રોડ મહામંત્રી જીતુ ચૌધરી, યુવા મોરચા નેતા અભય રાજપુતે વર્તમાન અસારવા વોર્ડ પ્રમુખ પ્રકાશ પટેલ સાથે  કરી મારામારી : કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડમા યોજાતા કાર્યક્રમોની માહીતી નહીં મળતી હોવાની ફરિયાદ .

5) અત્યાર સુધીમાં સીએપીએફના ૧૦૦ જવાનો કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા. સરકારે કરેલી જાહેરાત મુજબ 25 હજારથી વધુ જવાનોને કોરોના વળગી ચૂક્યો છે.

6) નરેન્દ્ર ભાઈ મોદી કેબિનેટનું વિસ્તરણ અને ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની ટીમના હોદ્દેદારોની વરણી હવે વધુ વિલંબમાં પડયાનું જાણવા મળે છે.

7) જુલાઈ-સપ્ટેમ્બર મહિનાના કવાટર માટે ૧૪ ઓક્ટોબરે નાણાકીય રિઝલ્ટ જાહેર કરવાનું ઇન્ફોસિસે જણાવ્યું છે.

8) જામનગરની સરકાર સંચાલિત જી. જી.  કોવિડ હોસ્પિટલના હેડ નર્સ હંસાબેન નીનામાનું કોરોનાની સારવાર દરમિયાન આ જ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા ભારે શોકની લાગણી ફેલાયેલ છે. હંસાબેન ૫૦ વર્ષના હતા તેમ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટએ જણાવ્યું છે.

9) કોવિદ મહામારીના પરિણામે સ્પાઇસજેટે જૂન મહિનાના ક્વાર્ટરમાં ૬૦૦ કરોડ રૂપિયાની ખોટનો વેપલો કર્યો છે.

10) મોરબી : લાતી પ્લોટમાં ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર મોડી રાત્રીના કાબુ મેળવ્યો

(4:15 am IST)