Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેશમાં કોરોનાના ૮૧,૯૧૧ દર્દી વધ્યા, ૭૯ હજાર સ્વસ્થ

દેશમાં હજુ સુધીમાં કોરોનાના ૪૯.૨૯ લાખ કેસ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવ્યા, અન્ય બે ધારાસભ્યો વિધાનસભા સત્રમાં સામેલ થઇ શક્યા નહીં

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતમાં પાંચ મહિનાના ગાળામાં કોરોનાના દર્દીઓનો આંક ૪૯ લાખને પર થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ હજાર ૯૧૧ લોકો કોરોનાથી સંક્રમણ થયા છે. સાથે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ૪૯ લાખ ૨૯ હજાર ૫૪૩ થઈ છે. એમાં રાહતની વાત છે કે ૩૮ લાખ ૫૬ હજાર ૨૪૬ લોકો સાજા પણ થયા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેમણે ટ્વીટ કરી વાતની જાણકારી આપી હતી.

પહેલાં દિલ્હીના અન્ય ત્રણ ધારાસભ્યો ગિરીશ સોની, પ્રમિલા ટોકસ અને વિશેષ રવિને પણ સંક્રમણ લાગ્યું છે. સિસોદિયા સહિત ત્રણેય ધારાસભ્યો સોમવારે વિધાનસભા સત્રમાં સામેલ થઇ શક્યા હતા. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા પ્રમાણે, ૮૩ સોમવારે હજાર ૮૦૮ કેસ સામે આવ્યા હતા, જ્યારે ૧૦૫૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાથે દેશમાં કોરોના પોઝિટિવનો આંક ૪૯ લાખ ૩૦ હજાર ૨૩૭ થયો છે, જેમાં લાખ ૯૦ હજાર ૬૧ એક્ટિવ કેસ છે. ૩૮ લાખ ૫૯ હજાર ૪૦૦ દર્દી સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં ૮૦ હજાર ૭૭૬ દર્દીનાં મૃત્યુ થયાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કહ્યું હતું કે સોમવારે દેશમાં ૧૦ લાખ ૭૨ હજાર ૮૪૫ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી. રીતે કરોડ ૮૩ લાખ ૧૨ હજાર ૨૭૩ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ૯૦ હજારથી વધુ થઇ ગઈ છે. સોમવારે સૌથી વધુ ૨૪૮૩ કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસમાં ૨૯ લોકોનાં મોત પણ થયાં છે,

(9:56 pm IST)