Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજ્યસભા સાંસદ અભયભાઈ ભારદ્વાજ માટે સુરતથી ખાસ ટીમ આવશે : તબિયત સ્ટેબલ અને અંડર કંટ્રોલ : અકિલાને જણાવતા નિતિન ભારદ્વાજ

અમદાવાદથી કોરોના સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો. આનંદ શુક્લની ટીમ અભયભાઈને ચેક કરી અમદાવાદ પરત

રાજકોટના રાજ્યસભાના સંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત સ્ટેબલ: કિડની લિવર અને હાર્ટ બધું જ બરાબર ફંકશન કરે છે: ઓક્સિજન લેવલ 90 થી 92 વચ્ચે રહે છે, પરંતુ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં નીકળતો નથી: અમદાવાદથી કોરોના સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો. આનંદ શુક્લની ટીમ અભયભાઈને ચેક કરી અમદાવાદ પરત ફરી ગયા છે તેમ અભયભાઈના લઘુબંધુ અને રાજકોટ ભાજપ અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

 હવે સુરતથી સ્પેશિયલ ડોક્ટરોની ટીમ આવે છે અને ફેફસાંને લગતી પ્રોસીજર હાથ ધરી કાર્બન બહાર નીકળવાની પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા ટ્રાય કરશે. રાજકોટના ડોક્ટરો પણ સાથે જોડાશે. ઓક્સિજન લેવલ બરાબર જળવાઈ રહે છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ જેટલો નિકલવો જોઈ તે નીકળતો નથી. એટલા પૂરતું ડિસ્ટર્બ રહે છે. અભયભાઈ સતત વેન્ટિલેટર ઉપર છે, પરંતુ તેમની તબિયત સ્ટેબલ, અન્ડર કન્ટ્રોલ છે.

(11:29 pm IST)