Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

પત્નિએ પતિના હાથમાં દોરડું, પાઇપ બાંધીને ધોલાઈ કરી

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો : વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એ જાણી શકાયું નથી પણ દારૂ પિનારા પતિને પત્નિ ફટકારી રહી હોવાનો દાવો

નવી દિલ્હી,તા.૧૫ : આપણા દેશમાં મહિલાઓ પર ઘણા અત્યાચાર થાય છે. જોકે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મહિલા દ્વારા પુરૂષની પિટાઇ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જે મહિલા જોવા મળી રહી છે તે તેના પતિની પિટાઇ કરી રહી છે. વીડિયો ક્યાં નો છે અને તેમાં કેટલી સચ્ચાઇ છે તેની જાણકારી હાલ નથી. જોકે વીડિયો શેર કરનાર યૂઝરે દાવો કર્યો છે કે મહિલાએ પોતાના પતિને દારૂ પીતા જોઈ લીધો હતો. પછી ગુસ્સામાં આવીને પોતાના પતિની પિટાઇ કરી હતી. વીડિયોને ટ્વિટર પર ઘણા લોકો શેર અને લાઇક કરી રહ્યા છે. વીડિયોને જોયા પછી લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જેમની પત્ની થોડી વધારે ગુસ્સાવાળી હોય તેવા પતિએ દારૂ છોડી દેવો જોઈએ. વાત અહીં ખતમ થતી નથી.

        કેટલાક યૂઝર્સ તો વીડિયો જોયા પછી કહી રહ્યા છે કે તેમને પણ આવી પત્ની જોઈએ. વીડિયોને  ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા લખ્યું છે કે તેને વોટ્સએપથી મળ્યો છે. જેટલો મજેદાર વીડિયો છે તેનાથી પણ ખાસ છે તેના પર આવતા કોમેન્ટ્સ. ચેતન શર્માએ કહ્યું કે હવે મહિલાનો પતિ પાણી પણ પીશે નહીં. લૈમુર તો વીડિયો જોઈને શોક થઈ ગયો હતો.

(7:34 pm IST)