Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સેન્સેક્સ ૨૮૮, નિફ્ટીમાં ૮૧ પોઇન્ટનો ઊછાળો

વૈશ્વિક બજારોમાં મજબૂત વલણથી બજારો ઊંચકાયા : એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી બેંકનું સારૃં પ્રદર્શન

મુંબઈ, તા. ૧૫ : વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ સાથે બેક્નના શેરમાં ખરીદીને કારણે મંગળવારે બીએસઈ સેન્સેક્સમાં ૨૮૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ૩૦ શેરોવાળા સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઇન્ટ એટલે કે .૭૪ ટકા વધીને ૩૯,૦૪૪.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ૮૧.૭૫ અંક એટલે કે .૭૧ ટકાના વધારા સાથે ૧૧,૫૨૧.૮૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ ઊંચકાયો હતો. તેમાં ટકાથી વધુનો મજબૂતી આવ્યો. ઉપરાંત ભારતી એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી અને કોટક બેંકે સારૃં પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ટાઇટન, મારુતિ, આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક અને બજાજ ઓટોના શેરોમાં ઘટાડો થયો હતો. વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ સાથે વિદેશી મૂડીના સતત પ્રવાહથી સ્થાનિક બજારોમાં વધારો થયો છે.

      શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે ૨૯૮.૨૨ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. વૈશ્વિક સ્તરે, ચીનમાં શાંઘાઈ, હોંગકોંગ, દક્ષિણ કોરિયા એશિયાના અન્ય નફામાં શામેલ છે, જ્યારે જાપાનમાં ટોક્યોના બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય યુરોપિયન બજારોમાં પ્રારંભિક વેપાર ચાલુ હતો. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૪૯ ટકા વધીને ૪૦.૨૦ ડોલર પ્રતિ બેરલપર પહોંચી ગયું છે. અહીં વિદેશી ચલણ વિનિમય બજારમાંડોલર સામે રૂપિયો ૧૬ પૈસા તૂટીને ૭૩.૬૪ ની સપાટીએબંધ રહ્યો છે. સ્થાનિક શેર બજારોમાં સકારાત્મક વલણહોવા છતાં રૂપિયો ૧૬ પૈસાતૂટીને મંગળવારે ડોલર દીઠ ૭૩.૬૪ (કામચલાઉ)ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયામાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.

     ડોલર દીઠ  ૭૩.૩૩ ના મજબૂત વલણ સાથે ખુલ્યા બાદ રૂપિયો ૧૬ પૈસાના ઘટાડા સાથે ૭૩.૬૪ ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો ડોલર દીઠ ૭૩.૪૮ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર વેળા રૂપિયો ડોલર દીઠ ૭૩.૩૩ ની ટોચે પહોંચી ગયો હતો. તે ડોલર દીઠ ૭૩.૭૨ ની નીચી સપાટીએ પણ આવ્યો હતો. દરમિયાન મુદ્રાઓ સામે ડોલરનું વલણ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ .૧૬ ટકા ઘટીને ૯૨.૯૦ પર બંધ રહ્યો છે.

(7:30 pm IST)