Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

' બિગ એક્સપોઝ ઓન કોન્સ્પીરસી ' : સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ઘૂસણખોરી અંગે સુદર્શન ટી.વી.ઉપર દર્શાવાતા પ્રોગ્રામ ઉપર સુપ્રીમ કોર્ટની કામચલાઉ રોક : કોઈ ચોક્કસ ધર્મ કે કોમને લક્ષ્ય બનાવી દર્શાવાતી ડિબેટ યોગ્ય નથી : 5 નાગરિકોની કમિટી બનાવી ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર દર્શાવાતા પ્રોગ્રામની ગુણવત્તા ચકાસવાનો આદેશ : વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરના રોજ

ન્યુદિલ્હી : સુદર્શન ટી.વી.ઉપર પ્રસારિત કરાતો સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ઘૂસણખોરી દર્શાવતો  ' બિગ એક્સપોઝ ઓન કોન્સ્પીરસી ' પ્રોગ્રામ બીજી સૂચના ન આવે ત્યાં સુધી સ્થગિત કરી દેવાનો સુપ્રીમ કોર્ટએ આદેશ કર્યો છે.સાથોસાથ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત  થતા કાર્યક્રમોની ગુણવત્તા તપાસવા 5 નાગરિકોની કમિટી બનાવવાની સૂચના આપી છે.જેમાં કોઈ રાજકીય પક્ષના વાજિંત્ર સમાન નહીં પણ સમાજમાં તટસ્થ અને આદરપાત્ર હોય તેવા નાગરિકોની નિમણુંક કરવાની સૂચના આપી છે.
    સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશન ને ધ્યાને લઇ નામદાર જજ શ્રી ડી.વાય ચંદ્રચુડ તથા શ્રી કે.એમ.જોસેફની ખંડપીઠે ઉપરોક્ત આદેશ કર્યો છે.
પિટિશનરે કરેલી અરજી અંતર્ગત તેમના એડવોકેટે કરેલી દલીલ મુજબ સરકારી નોકરીઓમાં મુસ્લિમોની સંખ્યા માત્ર 292 છે.જો તમે આ સંખ્યાને સરકારી નોકરીમાં ઘૂસણખોરી ગણતા હો તો ઓબીસી વર્ગને મળતી નોકરીઓમાં આ પ્રમાણ કેટલું છે તે ચકાસી લેજો.જે માટે શો માં બહુ ખરાબ તેવો  ' હા.... ગદ્દાર ' શબ્દ વાપરવામાં આવ્યો છે.
    આ તકે ખંડપીઠે ઇલેક્ટ્રોનિક મીડિયાની માલિકી કોની છે અને તેમાં કોના કેટલા શેર છે તેમજ તેને મળતી જાહેરાતોમાં સરકારી જાહેરાતોનું પ્રમાણ કેટલું છે તેની ચકાસણી કરવાની અને જાહેર જનતા સમક્ષ તે બાબત  ખુલ્લી મુકવાની  પણ સૂચના આપી છે.
ઉપરાંત મીડિયામાં યોજાતી ડિબેટ ની પદ્ધતિની પણ ચકાસણી કરવાની સૂચના આપી છે.જે અંતર્ગત એન્કર દ્વારા પુછાતા અમુક સવાલો પણ પાયા વગરના અને આક્ષેપ સમાન જોવા મળ્યા હોવાનું જણાવ્યું હતું.
   આર્ટિકલ 19 અંગે નામદાર કોર્ટ દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું હતું કે પત્રકારોની સ્વતંત્રતા શિરોમાન્ય ગણાવી જોઈએ.જો તેના ઉપર કાપ મુકવામાં આવે તો તે લોકશાહી માટે ઘાતક નીવડી શકે છે.જેના જવાબમાં નામદાર જજશ્રીએ જણાવ્યું હતું કે પત્રકારોની સ્વતંત્રતા અન્ય નાગરિકો જેટલી જ છે.અમેરિકાની માફક તેઓને કોઈ વિશેષાધિકાર આપવામાં આવ્યા નથી.તેઓ ડીબેટમાં યોગ્ય ગણી શકાય તેમ હોય તેવી બાબતની યોગ્ય રીતે ચર્ચા કરે તેવું અપેક્ષિત છે.
   નામદાર જજ શ્રીએ જણાવ્યું હતું કે લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યના નામે કોઈ ચોક્કસ કોમને નિશાન બનાવી ડીબેટમાં પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવી તે બાબત યોગ્ય નથી.તેમણે સુદર્શન ટી.વી.ના એડવોકેટને જણાવ્યું હતું કે તમારા ક્લાયન્ટ રાષ્ટ્રની જુદી જુદી સંસ્કૃતિ માન્ય રાખી વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે.
આ તકે નામદાર જજશ્રીએ  ન્યુઝ બ્રોડકાસ્ટિંગ એશોશિએશનના સુશ્રી નિશા ભમ્ભાની ને હાજર થવા સૂચના આપી હતી.તથા પૂછ્યું હતું કે આવી ગુનાખોરી સાથેની ડિબેટ દર્શાવાય તે બાબતે તમારી ઉપેક્ષા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી છે કે કેમ .કોઈ ચોક્કસ ધર્મ કે કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવતી ડિબેટ દર્શાવાય તે યોગ્ય નથી.
એડવોકેટ શદાન ફરસતે જણાવ્યું હતું કે આવી ડિબેટ દ્વારા અપાતી સ્પીચ હેટ ક્રાઇમ સમાન અને આતંકવાદ સમાન ગણાય જે મુસ્લિમોને સરકારી નોકરીમાં આવતા રોકવાની અને તેમની છબી ખરડાવનારી  છે.
     આગળ સુનાવણી 17 સપ્ટેમ્બરના રોજ થશે ત્યાં સુધી સુદર્શન ટી.વી.ઉપર દર્શાવતો શો અટકાવી દેવાની સૂચના આપવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)