Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના રસી મુદ્દે વિશ્વની નજર ભારત ઉપર છે, સૌથી વધુ ડોઝ ભારત જ આપશેઃ બિલ ગેટ્સનું નિવેદન

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે લડવા સમગ્ર વિશ્વ રસી બનાવવામાં લાગ્યું છે ત્યારે વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન શખસ બિલ ગેટ્સને ભારતથી ઘણી આશા છે. તેમનું કહેવું છે કે કોરોનાની કોઇ પણ બનાવે, પણ સૌથી વધુ ડૉઝ ભારત જ આપશે.

માઇક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટસે કહ્યું કે આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી કોવિડ-19ની રસી ફાઇનલ સ્ટેજમાં હશે. તેની વેક્સિનના ઉત્પાદન માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. આગામી વર્ષે બજારમાં કોરોનાની રસી આવી શકે છે. ભારતમાં તેનું મોટા પાયે ઉત્પાદન થશે. જોકે આ મામલે તેમણે સ્પષ્ટ કર્યું કે આ રસીનો થોડો ભાગ વિકાસશીલ દેશોન પણ મળવો જોઇએ. તેથી વિશ્વ ભારત તરફ જોઇ રહ્યું છે.

ભારત સાથે રસી માટે જાતે વાત કરી રહ્યા છે

બિલ ગેટ્સએ કહ્યું કે, “ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ છે. તેથી આપણે કોવિડ-19ની રસીના ઉત્પાદનમાં ભારતના સહયોગની જરુર છે. અમે બધા બને તેટલી ઝડપથી રસી ભારતમાં જોવા માંગીએ છીએ.”

“રસીના ભારતમાં ઉત્પાદન અંગે વાતચીત ચાલી રહી છે. એક વખત કોઇ પણ રસી પછી ભલે તે અસ્ત્રાજેનેકાની હોય કે ઓક્સફોર્ડ, નોવાવેક્સ કે જોન્સન એન્ડ જોન્સનની હોય ભારતમાં તેના ઉત્પાદનનો સંપૂર્ણ પ્રયાસ કરીશું.”

રસી તમામ દેશોને સમાનરુપે મળે

બિલ ગેટ્સનું ફાઉન્ડેશન કોરોના સામેના જંગમાં ફોળો આપી રહ્યું છે. માઇક્રોસોફ્ટના સંસ્થાપકે કહ્યું કે, ” આ કંઇ વિશ્વ યુદ્ધ જેવું નથી, પરંતુ તેના પછીની મોટી ચીઝ છે. સમગ્ર વિશ્વને સમાન રુપે રસી મળવી જોઇએ. ભારત તેમાં મદદરુપ થશે.”

“અમારી પાસે એક મોડલ છે. જે દેખાડે છે કે તમે જો બધા દેશોને રસી મોકલશો તો દુનિયામાં જેટલા મોત થશે. તેનાથી અડધાનો જીવ બચાવી શકાશે. તેના માટે જેમને વધુ રસીની જરુર હોય તેમને રસી પહોંચાડવી જોઇએ.

કઇ રસી સૌથી વધુ અસરકારક હશે કહેવાય નહીંઃ આરોગ્યમંત્રી

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોનાની રસી આગામી વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવી શકે છે. હાલ ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ કહેવાય નહીં કે કઇ રસી સૌથી વધુ અસરકારક હશે. અત્યારે કેન્દ્ર સરકાર સીનિયર સિટીઝન્સ અને વધુ જોખમવાળા ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કોરોના રસીને ઇમરજન્સી મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે.

(4:59 pm IST)