Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જમ્મુના સાંબા સેકટરમાં ૩ પાકિસ્તાની ઘુસણખોરોને ભગાડી મૂકાયા : પુલવામા ખાતે ઘેરાઈ ગયેલા આતંકીઓ ભાગી છૂટયા : ૨ જવાનોને ઈજા

જમ્મુ : આજે બે અલગ અલગ ઘટનામાં ૨ આતંકીઓ અને સરહદમાંથી પ્રવેશી રહેલા ૩ ઘૂસણખોર આતંકીઓ ભાગી જવામાં સફળ થયા છે : પુલવામા ખાતે કેટલાક કલાકોની અથડામણ પછી બે આતંકી ભાગી છૂટ્યા હતા : આ અથડામણમાં બે જવાનોને ઈજા થઈ છે : એ જ રીતે જમ્મુ સરહદે સામ્બા સેકટરમાં ઘૂસણખોરીનો એક પ્રયાસ બીએસએફએ નિષ્ફળ બનાવ્યો હતો અને ત્રણ ઘુસણખોર આતંકવાદીઓને પાકિસ્તાન પાછુ ભાગી જવુ પડ્યુ છે : બીએસએફનો દાવો છે કે આ ત્રણેય આતંકીઓ ઘવાયા છે : ત્રણેય આતંકીઓ સાંબા સેકટરના બબ્બર નાલા તરફથી દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મંગુ પોસ્ટ ઉપર તૈનાત બીએસએફ જવાનોએ ફાયરીંગ શરૃ કરતા ઈજા પામેલા ત્રણેય આતંકીઓ ભાગી છૂટયા હતા

(5:00 pm IST)