Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જયાજી મારી જગ્‍યાએ તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં પીટવામાં આવત-ડ્રગ્‍સ આપી હોત અને છેડતી થઇ હોત તો પણ તમે આ વાત કરત ? કંગના રનૌતના સણસણતા સવાલો

નવી દિલ્હી: કંગના રનૌત સતત વિવાદમાં ઘેરાયેલી છે. તે સોશિયલ મીડિયામાં પોતાનો મત બેખોફ રજુ  કરે છે. હવે તેણે એક એવી ટ્વીટ કરી છે કે તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. જયા બચ્ચને આજે સંસદમાં આપેલા નિવેદન પર તેણે પલટવાર કર્યો છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે જયાજી, મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં પીટવામાં આવત, ડ્રગ્સ આપી હોત અને છેડતી થઈ હોત તો પણ પણ તમે આ વાત કરત? જો અભિષેક સતત બુલિંગ અને ઉત્પીડનની ફરિયાદ  કરત અને એક દિવસ ફાંસી પર લટકતો મળ્યો હોત તો પણ તમે આજ વાત કરત? અમારા માટે પણ કરુણાથી હાથ જોડીને દેખાડો.

વાત જાણે એમ છે કે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને આજે રાજ્યસભામાં કહ્યું કે ડ્રગ્સ મુદ્દે બોલિવુડને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. તેમના નિવેદન પર કંગનાએ વળતો જવાબ આપ્યો.

શું કહ્યું હતું જયા બચ્ચને?

રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ બદનામીમાં એવા લોકો સામેલ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે.

જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવી રહેલા નિવેદનોથી બોલિવુડની થઈ રહેલી બદનામી પર ચિંતા વ્યક્ત કરી. તેમણે રવિ કિશનના સોમવારે અપાયેલા નિવેદનનો જવાબ આપતા કહ્યું કે લોકો બોલિવુડને બદનામ કરવાની કોશિશમાં લાગ્યા છે. અનેક દિવસથી બોલિવુડનું નામ બદનામ થઈ રહ્યું છે. કેટલાક લોકો એવા પણ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડે છે. આ ખોટી વાત છે.

અત્રે જણાવવાનું કે રવિ કિશને લોકસભામાં સોમવારે દેશ અને બોલિવુડમાં ડ્રગની વધતી ખપત પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ સરકારને અપીલ કરી હતી કે ડ્રગ્સની તસ્કરી અને તેનો ઉપયોગ કરનારા લોકો પર કડકાઈથી રોક લગાવવામાં આવે. તેમણે એનસીબીના કામના વખાણ કર્યા હતાં.

રવિ કિશને લોકસભામાં કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગની લત ખુબ વધુ છે. અનેક લોકો પકડાયાછે. એનસીબી ખુબ સારું કામ કરે છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તેઓ કડકાઈથી કાર્યવાહી કરે. દોષિતોને જલદી પકડે અને તેમને સજા આપે. જેથી કરીને પડોશી દેશોના ષડયંત્રનો અંત થઈ શકે.

(4:44 pm IST)