Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દિવાળી પછી શબરીમાલા મંદિર ખુલશેઃ પ૦ વર્ષથી મોટાને નો એન્ટ્રી

શ્રધ્ધાળુઓને ર૪ દિવસ કવોરન્ટાઇન કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા., ૧૫:   કેરળના સૌથી ચર્ચાસ્પદ શબરીમાલા  મંદિરને દિવાળી બાદ સામાન્ય લોકો  માટ ખોલવાની સહમતિ બની ગઇ છે,  રાજયના ધાર્મિક વિભાગે સ્પષ્ટ કરી દીધું  છે કે કોરોનાના વધતા કેસને જોતાં હાલમાં  મંદિરમાં સામાન્ય શ્રદ્ઘાળુઓ નહીં આવી  શકે. દિવાળી બાદ ૧૬ નવેમ્બરથી મંદિર  ખૂલી શકે છે. મંદિરમાં દર્શન શરૂ કરવાને  લઇને એક વિશેપ સમિતિએ કેટલાંક સૂચનો  આપ્યાં છે. જો તેના પર અમલ થશે તો તે  કોઈ પણ મંદિરમાં દર્શન કરવાની સૌથી  સખત ગાઇડલાઇન્સ હોઇ શકે છે.      હજુ મંદિરનું મેનેજમેન્ટ જોનાર  ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ તેને લઇને  કંઈ સ્પષ્ટ કહેવાની સ્થિતિમાં નથી, પરંતુ  બોર્ડનાં જણાવ્યા મુજબ સમિતિએ સરકારને  પોતાના પ્રસતાવ મોકલ્યા છે. જેની પર  વિચાર કર્યા બાદ સરકાર નિર્ણય લેશે.  જો આ નિયમ લાગુ થશે તો અહીં દર્શન  કરનાર શ્રદ્ઘાળુઓને લગભગ ૨૪ દિવસ  કવોરન્ટાઇન રહેવું પડશે. ૧૪ દિવસ દર્શન  પહેલાં અને ૧૦ દિવસ દર્શન બાદ.    હાલમાં મંદિરમાં જે પૂજાઓ ચાલી રહી  છે તેમાં કોઇ પણ વ્યકિતને પ્રવેશ અપાતો  નથી. ૧૬થ્રી ૨૧ સપ્ટેમ્બર સુધી મંદિરને  માસિક પૂજા માટે ખોલવામાં આવશે,  પરંતુ હજુ તેમાં કોઇ શ્રદ્ઘાળુને પ્રવેશ  નહીં મળે. સરકાર હાલમાં ગાઇડલાઇન્સ  નક્કી કરવાનું કામ કરી રહી છે. નવેમ્બર  અને ડિસેમ્બર એ બે મહિના શબરીમાલા  મંદિર માટે ખાસ હોય છે, મલયાલમ  કેલેન્ડરમાં તેને મંડલમ્ અને મકરવિલકકુ  મહિનો કહેવાય છેે.  મહિનામાં અય્યપ્પા  સ્વામીના દર્શનનું મહત્ત્વ છે. છેલ્લાં કેટલાંક  વર્ષોથી આ મહિનામાં દર્શનાર્થીઓની  સંખ્યા ૩૦ લાખ સુધી હોય છે. દર્શન માટે  ૨૦ વર્ષથી નાનાં અને ૫૦ વર્ષથી મોટાં  લોકોને પ્રવેશ નહીં મળે.

(3:38 pm IST)