Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

આયુર્વેદના આ નિયમો અપનાવો, બીમારી ભગાવો

નવી દિલ્હી તા. ૧પ :.. આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. આ પધ્ધતીમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છૂપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેકટ હોતી નથી. આ પધ્ધતીના નિયમો જો ફોલો કરવામાં આવે તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.

સવારે જલ્દી ઊઠો

સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુધ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે.

નિત્યક્રિયા છે જરૂરી

સવારે ઉઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો. તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલા તત્વો બહાર નિકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો, આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે બે થી ત્રણ ગ્લાસ પાણી પીઓ.

યોગાસન અને પ્રાણાયામ કરવાનું ના ભૂલો

રોજ કમસે કમ ૩૦ થી ૪૦ મિનીટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો. તેનાથી તમે સ્વસ્થ રહી શકશો. તમે હળવી સેર પણ કરી શકો છો.

શરીરની માલિશ

રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧પ મિનીટ માલીશ કરો. તેનાથી તમાર હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.

આયુર્વેદના આ નિયમો જરૂર પાળો

* દિવસમાં લગભગ ત્રણથી ચાર લીટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ.

* સવારે ઉઠયાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે.

* જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.

* ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.

* આઠથી નવ કલાકની સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.

(3:37 pm IST)