Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

બાળકોને ફાસ્ટફુડથી દુર રાખો એ ધીમું ઝેર છેઃ શાકમાં ઘી નાંખી શકાયઃ દેશી ઘીથી શરીર રિચાર્જ રહેશે

સવારે ૧૦ પહેલા નાસ્તો, બપોરે એકથી દોઢ પહેલા લંચ અને રાત્રે ૮ વાગ્યા પહેલા ડીનર લઇ લેવું: ઘી વગરની રોટલી જલ્દી પચી જાયઃ દહીંમાં સિંધાલુણ કે સંચળ નાખી શકાય

નવી દિલ્હી, તા. ૧પ : બહુ મહત્વપૂર્ણ સવાલ છે કે ખાવાનું કયારે ખાવું, શા માટે ખાવું અને તેનાથી શું ફાયદો થાય છે ? કહેવાય છે કે 'જેવું અન્ન તેવું મન', જે બિલ્કુલ સાચું છે. ખાવાનું ત્રણવાર થાય છે. સવારે નાસ્તો, બપોરે લંચ અને રાત્રે ડીનર ઘણા લોકો સવારે નાસ્તો નથી કરતા તે ખરેખર ખોટું છે. સવાલ એ છે કે જે લોકો શહેરોમાં રહે છે તેમના માટે નાસ્તામાં શું હોવું જોઇએ. સીઝનલ ફ્રુટ, રાત્રે બદામ, અંજીર જેવા ડ્રાયફ્રુટ પલાળીને સવારે ખાઇ શકાય. પલાળ્યા વગરના ડ્રાયફ્રુટ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જેનાથી ચામડીના રોગ થઇ શકે છે. નાસ્તામાં જયુસ પણ લઇ શકાય. ગામડામાં ફળો ન મળતા હોય તો સવારે દહીં લઇ શકાય. દહીંમાં સિંધાલુણ કે સંચળ નાખી શકાય. શિયાળામાં શેરડી પણ ચૂસી શકાય એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, જયુસ પીધા પછી કે ફળખાધા પછી દુધ ન પીવું. મીઠા જયુસ પછી ખાટો જયુસ ન પીવો, પીવો હોય તો પહેલા ખાટો જયુસ પીવો અને પછી મીઠો જયુસ પીવો. નાસ્તાનો ફાયદો ત્યારે જ થાય જો તમે કસરત કરો.

હવે લંચની વાત કરીએ શકાય હોય ત્યાં સુધી શાકાહારી રહો. લંચમાં રોટલી, દાળ, શાક અને છાસ હોવી જોઇએ. દહીં અને સલાડ પણ લઇ શકાય. જમણની શરૂઆત મીઠીથી થાય તો સારૂ તેનાથી મોઢામાં લાળ બને છે. બહારની મીઠી વસ્તુ ન ખાવી ગોળ સૌથી લાભદાયક છે. જમવામાં દેશી ઘીનો ઉપયોગ કરો, ગાયનું ઘી સૌથી સારૂ, ઘી શાકમાં ખાવાનું છે રોટલીમાં નહીં ઘી વગરની રોટલી જલ્દી પચી જાય છે જમ્યા પછી બે ત્રણ કલાક સુધી કંઇ ન ખાવું જોઇએ. જમવાનું ચાવી ચાવીને ખાવું જોઇએ. જમ્યા પછી એક કલાકે પાણી પીવું જોઇએ. બે-ત્રણ કલાક પછી દુધ લઇ શકાય દુધમાં હળદર, અશ્વગંધા પાડવર નાખી શકાય.

ડીનરમાં જયુસ અને ફળ સુર્યાસ્ત પછી ન લેવા, તે ઝેર સમાન છે. દાળ, દહીં, ભાત, રાજમા, લસ્સી અને ફળ રાત્રે બિલકુલ ન ખાવા જોઇએ. રાત્રે શાક, પનીરના શાક અને રોટલી ખાવ, સ્મોકીંગ અને ડ્રીંકને દિનચર્યામાંથી દુર રાખો. બાળકોને ફાસ્ટફુડથી દુર રાખો તે ખાણુ છે જ નહી ધીમુ ઝેર છે. શાકમાં ઘી નાખી શકાય. દેશી ઘીથી તમારૂ શરીર રિચાર્જ રહેશે. રાત્રે જમ્યા પછી એક દોઢ કલાક પછી દુધ લઇ શકાય. રાત્રે જમ્યા પછી બે અઢી કલાક પહેલા સુવુ ન જોઇએ. ખાધા પછી પાંચસોથી એક હજાર ડગલા ચાલવુ જોઇએ. ઉતમ એ છે કે સવારે દસ વાગ્યા પહેલા નાસ્તો, બપોરે એક દોઢ વાગ્યા પહેલા લંચ અને રાત્રે આઠ વાગ્યા પહેલા ડીનર લઇ લેવાય. રાત્રે દસ વાગ્યે દુધ પીવુ અને અગ્યાર વાગ્યા પહેલા પથારીમાં જતા રહેવું સારી તંદુરસ્તી માટે ઇમાનદારીથી રહો અને નિસ્વાર્થ જીવો.

(3:35 pm IST)