Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજસ્થાનમાં ૧૩૫૦૦ કેદી રાખવાની ક્ષમતા સામે ૨૨ હજારથી વધારે કેદીઓ

આમા સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કેવી રીતે થાય?

જયપુર : રાજસ્થાનમાં ગુનાનો ગ્રાફ વધવાની સાથે સાથે અહિંની જેલોમાં જગ્યા ઓછી પડી રહી છે. કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે રાજયની જેલોમાં ૧૩,૫૦૦ કેદીઓને રાખવાની ક્ષમતા છે. જયારે આ જેલોમાં અત્યારે ૨૨,૪૦૦ કેદીઓ પુરાયેલા છે. જેલ સુત્રો અનુસાર કોવિડ-૧૯ મહામારી પહેલા જેલોમાં કેદીઓને રાખવાની ક્ષમતા ૨૦ હજાર હતી પણ મહામારીની ગાઈડલાઈનનું પાલન કરવા માટે બે કેદીઓ વચ્ચે ઓછામાં ઓછુ છ ફૂટનું અંતર હોવુ જોઈએ. એ સ્થિતિમાં અહિં હાલ ૬૭ ટકા કેદીઓ વધારે છે. જેલ મુખ્યાલયના આંકડાઓ પર ધ્યાન આપીએ તો રાજયમાં સૌથી વધારે કેદી ખૂન કેસમાં બંધ છે. જયારે બીજો નંબર બળાત્કારના કેદીઓનો છે.

જેલોમાં બંધ આરોપીઓમાંથી ૫૩૦૦ને સજા થઈ ચૂકી છે. જયારે ૧૭૦૯૦ કેદીઓનો કેસ કોર્ટોમાં ચાલી રહ્યા છે. રાજયમાં ૯ સેન્ટ્રલ જેલ, એક હાઈસીકયોરીટી, ૨૬ જીલ્લા જેલ, ૬૦ સબ જીલ્લા જેલ, ૭ મહિલા જેલ અને ૩૯ ખુલ્લી જેલો છે.

(3:11 pm IST)