Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

નેપાળ-ભારતના સંબંધોને કડવા કરવાની ચીનની કૂટનીતિ

ભારત-નેપાળની સાંસ્કૃતિક ધરોહરને નુકશાન કરવા ચીને માંડ્યા સ્ટડી સેન્ટર : ચીન સ્ટડી સેન્ટર દ્વારા નેપાળી નાગરિકોને કપડાં અને એવી વસ્તુઓ બાંટીને લોકોને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે

નવી દિલ્હી, તા. ૧પ : ભારત ચીન લાઈન ઓફ કંટ્રોલ માટે વર્ષોથી વિવાદ ચાલે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ચીન તેની અવળચંડાઇની વધુ ને વધુ સાબિતી આપતું રહે છે. નેપાળ અને ભારતના સંબંધો વચ્ચે જે સમાનતા છે કે જે સારા વ્યવહારો છે આ જોઈને ચીનની આંખમાં ઝેર ભરાયું છે. એક તરફ લિપુલેખ તરફ ચહલ પહલ વધી જતા સેનાનો કાફલો વધારી દીધો છે અને બીજી તરફ સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણ માટે નેપાળ અનેક રીતે ભારત સાથે સામ્યતા ધારાવે છે. આ સામ્યતાને કટુતામાં ફેરવવા માટે ચીને નેપાળની સીમા સાથે જોડાયેલા ગામ નજીક  સ્ટેડી સેન્ટરોની સંખ્યા વધારી દીધી છે, અગાઉ આ સ્ટડી સેન્ટરોની સંખ્યા ૧૯ હતી હવે અત્યારે આ સંખ્યા ૫૦ કરી નાખી છે આ સ્ટડી સેન્ટરોની સંખ્યાના વધારાની સાથે એક બીજી વાત પણ ધ્યાને લેવા જેવી છે કે આ સેન્ટરોની સંખ્યા ભારત સાથે જોડાયેલી સીમા નજીક વધુ મુકવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા ચીન પોતાના સાંસ્કૃતિક પ્રહાર કરે છે. નેપાળની ભાષામાં શિક્ષણ અનિવાર્ય હોવા છતાં ચીન પોતાની ભાષા અંગે વધુ ફેલાવો કરવા માટે નેપાળના નાગરિકોને ચીનની ભાષામાં શિક્ષા આપવાનું કામ કર્યુ છે.

ચીન નવા ઇતિહાસની સાથે સાંસ્કૃતિક રાજનૈતિક જોડાણને નવા રંગઢંગ આપીને રચવા માંગે છે.

ચીન સ્ટડી સેન્ટર દ્વારા નેપાળી નાગરિકોને કપડાં અને એવી વસ્તુઓ બાંટીને લોકોને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે.

સરહદેથી ભારતીય નાગરિકોને ખસેડાય છે

તારાઈ વિસ્તારમાં ભારત માટે સહકાર ઓછો કરવા માટે નેપાળ સરકાર મચેશી વિસ્તારમાં નાગરિકોને ખસેડવાની કામગીરી કરે છે, સીમા સાથે જોડાયેલા તમામ નાના ગામોને શહેરી વિસ્તાર સાથે જોડીને ભારતીય સીમાથી દૂર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ચીનની અસર દેખાય છે

ભારત- નેપાળ સીમા ઉપર તૈનાત એસએસબીના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે ચીનની અસર દેખાય છે આ વાતનો અંદાજો તમે એ વાતથી માંડી શકશો કે નેપાળી ફોર્સ સાથે વાત કરવાની થાય તો કુલ ૩ મિનિટની વાતમાં ૨ મિનિટ વાત તેમની અને ચીનની રહે છે.

બહોળી સંખ્યામાં શસ્ત્રધારી જવાનો

કાતરણીયા જંગલોને પાર કરતા જયારે તમે બીઓપી ૮૨ સુધી પહોંચો ત્યારે તમને ભારત અને નેપાળ વચ્ચે જે રસાકસી ચાલી રહી છે તેનો ચિતાર મળી શકે છે. જયાં નેપાળ પોલીસ સાથે શસ્ત્રધારી જવાન એટલી સંખ્યામાં છે કે ત્યાં માણસ તો શું જાનવર પણ જઇ ન શકે.

(3:10 pm IST)